રાજકોટ:ગુજરાતમાં તમારે કોઈ પણ સરકારી કામ કરાવવું હોય તો તમારે સરકારી બાબુઓને નાની મોટી કટકી આપવી પડે છે અને હા તમારી પાસે પૂરાવાઓ નથી અને ડોક્યુમેન્ટમાં તમારે સુધારા કરાવવા છે તો પણ થોડા પૈસા સરકારી બાબુ આપીદો એટલે તમારું કામ અટક્યા વગર થઈ જશે. એક તરફ સરકાર ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાત કરે છે અને બીજી તરફ એક પછી એક સરકારી બાબુઓ લાંચ લેતા ACBના હાથે ઝડપાય છે.
ગુજરાતની વાત તો ઠીક છે પણ હવે ખુદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના શહેરમાં જ શહેરમાં સરકારી બાબુઓ કોઈ પણ કામ કટકી લીધા વગર નથી કરતા. આ કહેવાનું કારણ એ છે કે, છેલ્લા ત્રણ વર્ષના સમયમાં કુલ 85 જેટલા સરકારી બાબુઓ લાંચ લેતા રંગે હાથે ACBના હાથે ઝડપાયા છે. એટલે 15 દિવસમાં એક સરકારી બાબુ લાંચ લેતા પકડાય છે.
આ સમગ્ર મામલે રાજકોટ કોંગ્રેસના પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલાએ કહ્યુ હતું કે, કોંગ્રેસ સમિતિ દ્વારા લાંચિયા અધિકારી અને કર્મચારીઓ વિરુદ્ધમાં છેલ્લા ત્રણ વર્ષના આંકડાઓનો સમાવેશ કરીને આવેદન આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત કોંગ્રેસના પ્રવક્તા ગજુભા ઝાલાએ જણાવ્યું હતું કે, ગુજરાત સહીત રાજકોટના ભ્રષ્ટાચાર ખદબદે છે. રાજકોટ ડીવીઝનમાં ત્રણ વર્ષમાં કુલ 85 કેસ નોંધાયા છે. આ સિવાય પણ પૈસા દઈને પતાવટ થઇ હોય તેવા કેટલા બનાવો હશે, તે તો રામ જાણે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 6 વર્ષમાં 210 જેટલા લાંચિયા અધિકારીઓ ACBના છટકામાં આવી ચૂક્યા છે. આ 210 કેસમાંથી 63 કેસ માત્રને માત્ર ગૃહ વિભાગના હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાજકોટમાં 2017માં લાંચના કેસ નોંધાયા હતા, વર્ષ 2018માં લાંચના 41 કેસ નોંધાયા હતા અને વર્ષ 2019ના ઓક્ટોબર મહિના સુધીમાં લાંચના 25થી વધારે કેસ સામે આવ્યા છે. આ આંકડાઓ પરથી જ કહી શકાય કે, દર વર્ષે સતત લાંચ લેવાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.