HDFCના શેરમાં કડાકો , જાણો 20 ટકાથી વધારે તુટવાનું કારણ શુ છે??

શેરબજાર પર યુક્રેન-રશિયા યુદ્ધની અસર છેલ્લાં ઘણાં સમયથી જોવા મળી રહી છે. માર્કેટના આ ઘટાડાની અસર HDFCના શેર પર પણ જોવા મળી છે. આ શેરમાં એકધારી વેચવાલીને કારણે શેરનો ભાવ 52 સપ્તાહની સૌથી ઉંચી સપાટીએથી 22 ટકા જેટલો નીચે ઉતરી ગયો છે.HDFCએ 2 ફેબ્રુઆરીએ ડિસેમ્બર મહિનામાં પુરાં થતા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા હતા અને તો શું HDFCના શેરમાં ઘટાડાનું કારણ પરિણામ છે કે પછી એક માત્ર સંજોગ છે.

ડિસેમ્બર મહિનામાં પુરાં થયેલાં ત્રિમાસિક ગાળામાં HDFCનાં ચોખ્ખો નફો 11 ટકા વધીને 32.6 અરબ ડોલર પહોંચી ગયો છે. તેનું કારણ વધારે આવક અને ધારણાથી ઓછી ક્રેડિટ લોસ હતું. અને આ સમયગાળા દરમ્યાન બેંકની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ વધીને 42.8 અરબ ડોલર રહી છે. બેંકની એસ્સેટ કવોલિટીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. કારણકે તેની કુલ કુલ લોન NPA બની ગઇ હતી.

જયારે લોનના EMI 90 દિવસથી વધારે વિલંબિત થાય છે ત્યારે તેને NPA ગણવામાં આવે છે. જયારે બેંકનો બિઝનેશ સારો છે તો પછી યુક્રેન- રશિયાનું યુદ્ધ ઘટાડા માટે કારણ હોવું જોઇએ. જો કે મિંટના એક અહેવાલ મુજબ જયાં યુદ્ધની સ્થિતિ છે તેવા કોઇ પણ દેશમાં HDFCનું સીધી રીતે રોકાણ નથી. બેંકનું ફોકસ ડોમેસ્ટીક માર્કેટ પર જ છે.અને તો પછી HDFCનો શેર ઘટવા પાછળનું કારણ શું હોય શકે?

અમેરિકાની ફેડરલ રિઝર્વે આ વર્ષે માર્ચ મહિનામાં વ્યાજના દર વધારવાનો નિર્ણય કર્યો હતો. જે પછી વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય શેરબજારમાંથી પૈસા ખેંચીને પોતાના દેશના બજારમાં લગાવી રહ્યા છે. આને કારણે HDFCના શેરમાં પણ મોટા પાયે વેચવાલી નિકળી છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ભારે વેચવાલીની અસર આખા માર્કેટ પર પડી છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો જે શેરમાં વેચવાલી કાઢે છે તે શેરોને ભારે નુકશાન થઇ રહ્યું છે.

નોંધ:ફક્ત માહિતીની જાણકારી માટે ન્યૂઝ લખવામાં આવ્યા છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.