યૂક્રેન યુદ્ધ વચ્ચે બુધવારે ભારત માટે ઘણા ખરાબ સમાચાર સામે આવ્યા છે. યુક્રેન યુદ્ધમાં હવે પંજાબના વિદ્યાર્થીનું મોત થયું છે.અને પંજાબના રહેવાસી ચંદન જિંદાલ નામના 22 વર્ષીય વિદ્યાર્થીનું બુધવારે મોત થયું હતું.
ચંદનનું મોત યુક્રેન યુદ્ધમાં થયું નથી પરંતુ બીમારીને કારણે થયું છે.અને ચંદનને આજે બ્રેન સ્ટ્રોક આવ્યો હતો જે પછી તેનેસારવાર માટે યુક્રેનની વિનીત્સિયા મેડિકલ યુનિવર્સિટીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બ્રેઇન સ્ટ્રોકના કારણે તેમને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન ચંદનનું બુધવારે મોત નીપજ્યું હતું. યુક્રેનમાં ભારતીયનું આ સતત બીજું મોત છે. આ પહેલા મંગળવારે કર્ણાટકના રહેવાસી નવીનનું ખારકીવમાં શૂટઆઉટ દરમિયાન મોત થયું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.