યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે દુનિયાના અનેક દેશોએ અને આંતરરાષ્ટ્રીય સંગઠનોએ રશિયા પર કડક પ્રતિબંધો લગાવી દીધા છે. હવે, આઈફોન કંપની Appleએ રશિયાના વિરૂદ્ધ એક્શન લીધું છે. Appleએ મંગળવારે રશિયામાં તમામ પ્રોડક્ટ્સના વેચાણ પર પ્રતિબંધ લગાવવાનું જાહેર કર્યું છે. Appleએ રશિયાની ન્યૂઝ એપ્સ RT અને Sputnikને એપ સ્ટોરમાંથી હટાવી દીધું છે.અને આના પહેલા કંપનીએ રશિયામાં Apple Pay પર પ્રતિબંધ લગાવ્યો હતો.
કંપની તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે, Appleએ રશિયાના તમામ સેલ ચેનલ્સમાં એક્સપોર્ટ બંધ કરી દીધું છે.અને દરેક સ્થિતિ પર નજર રાખી રહી છે અને પ્રભાવિત દેશોની સરકાર સાથે વાતચીત કરી રહી છે.
અમેરિકા સહિત અનેક પશ્ચિમ દેશોની સરકારે અને મોટી કંપનીઓએ યુક્રેન પર હુમલાના વિરૂદ્ધ આંતરરાષ્ટ્રીય સ્તર પર રશિયાની ટીકા કરી છે, સાથે જ રશિયાને અનેક મોર્ચાઓ પર જુદો પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બેન્કિંગ, રમતથી લઈને વોડકા સુધી અનેક દેશોએ અને સંગઠનોએ પ્રતિબંધ લગાવ્યો છે.
છેલ્લા અઠવાડિયામાં યુક્રેનના નાયબ વડાપ્રધાન Mykhailo Fedorovએ Appleને એક ઓપન લેટર લખ્યું હતું, જેમાં તેને કહ્યું કે, રશિયામાં કંપનીના પ્રોડક્ટ્સ, સર્વિસીસ અને App Store બંધ કરવામાં આવે અને આ પગલાનું યુવાઓ પર અસર થશે અને રશિયાના લોકો સેનાના વિચારોનો વિરોધ કરશે.
Apple એ કહ્યું કે, ‘અમે યુક્રેન પર થતા રશિયાના હુમલાથી ચિંતિત છીએ અને યુક્રેનના બધા લોકોની સાથે છીએ, જે આ હિંસાને સહન કરી રહ્યા છે. અમે આ હુમલાના જવાબમાં અનેક પગલાઓ ભર્યા છે. છેલ્લા અઠવાડિયે જ અમે રશિયામાં તમામ સેલ ચેનલ્સના એક્સપોર્ટને બંધ કરી દીધું છે.અને Apple Pay અને બીજી સર્વિસેસને સીમિત કરી દીધું છે.’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.