રાકેશ ઝુનઝુનવાલાએ આ કંપનીમાં સ્ટોક વધાર્યો અને શું તમારે રોકાણ કરવું જોઈએ? જાણો વિગતવાર

દિગ્ગજ ઇનવેસ્ટર રાકેશ ઝૂનઝુનવાલા ફેબ્રુઆરીમાં Escortના શેરોમાં પોતાની ભાગીદારી વધારી છે. જોકે વર્ષ દર વર્ષના આધાર પર ટ્રેક્ટરના વેચાણમાં 45.6 ટકાનો ઘટાડો નોંધાયો છે. Escort કંપની ત્યારે ચર્ચામાં આવી જ્યારે જાપાનની ટ્રેક્ટર કંપની Hubata Corporationએ નંદા પરિવારની કંપનીમાં મેજોરિટી સ્ટેક લેવાની હતી.અને SEBIએ Escortની ઓપન ઓફરને મંજૂરી આપી દીધી છે. આગામી થોડા દિવસોમાં ઔપચારિક લેટર જાહેર કરવામાં આવશે. 18 ફેબ્રુઆરી સુધી Escortમાં રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી 5.68 ટકા એટલે કે 75,00,000 શેર છે જ્યારે 31 ડિસેમ્બર સુધી કંપનીમાં રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી 5.22 ટકા એટલે કે 64,00,000 શેર હતા.

બુધવારે Escortના શેર 1.2 ટકા વધીને 1874.35 રૂપિયા પર બંધ થયા હતા. એડલવાઇઝનું કહેવું છે કે કંપનીના શેર 2000 રૂપિયા સુધી જઈ શકે છે. એવામાં હાલના ઇનવેસ્ટર્સે યોગ્ય સમયે શેર વેચીને નીકળી જવું જોઈએ. અમે સતત શેર બજાર પર નજર રાખી રહ્યા છીએ. નંદા ફેમિલી, ટ્રેક્ટરના પ્રમોટર્સ અને કમ્પોનેન્ટ બનાવનારી કંપની Escort જાપાનની કંપની સાથે મળીને કામ કરતી રહેશે. અને Escortએ ફેબ્રુઆરીમાં 6114 યુનિટ્સ ટ્રેક્ટર વેચ્યા હતા જે એક વર્ષ અગાઉ આ જ મહિનામાં 11,230 યુનિટ્સ હતા.

રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં આ શેર લાંબા સમયથી કાયમ છે. નાણાકીય વર્ષ 2021ના સપ્ટેમ્બર, જૂનમાં તેમની પાસે કંપનીની 4.8 ટકા ભાગીદારી હતી. તો નાણાકીય વર્ષે 2021ના માર્ચ અને ડિસેમ્બર પણ તેમની 4.8 ટકા ભાગીદારી કંપનીમાં હતી. આ પહેલા નાણાકીય વર્ષ 2020ના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં તેમની પાસે કંપનીમાં 5.6 ટકા ભાગીદારી અને જૂન ત્રિમાસિકમાં 7.4 ટકા ભાગીદારી હતી.અને Escort Limitedના શેર 5 વર્ષમાં મલ્ટીબેગર સાબિત થયા છે.

શેરે 5 વર્ષમાં 280 ટકાનું ભારેભરકમ રિટર્ન આપ્યું છે. આ દરમિયાન શેરનો ભાવ 489 રૂપિયાથી 1849 રૂપિયા થઈ ગયા છે. શેરોમાં છેલ્લા 1 વર્ષમાં રિટર્ન 44 ટકાની આસપાસ રહ્યું.અને બજારમાં હાલના ઘટાડાના કારણે 1 વર્ષના રિટર્ન પર અસર પડી છે કેમ કે છેલ્લા 1 મહિનામાં શેરમાં મ્યુટેડ ગ્રોથ જોવા મળ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.