રાજ્યમાં મહિલા યુવતી કે, બાળકી સુરક્ષિત ન હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અવાર નવાર દુષ્કર્મ અને છેડતી જેવી ઘટનાઓ સામે આવે છે. ત્યારે આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. સુરતના સરથાણા વિસ્તારમાં એક પિતાએ દીકરી પર દુષ્કર્મ કર્યું હોવાની ઘટના સામે આવતા લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. અને પિતાએ પોતાની માસુમ બાળકી પર દુષ્કર્મ કરતા જેલમાં જવાનો વારો આવ્યો.
સુરતના સરથાણા વિસ્તારમાં એક પિતા દ્વારા 10 વર્ષની માસૂમ દીકરી સાથે દુષ્કર્મ કર્યું હોવાની ઘટના સામે આવી છે. અને આ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ નરાધમ પિતાની ધરપકડ કરી છે. જોકે આ ઘટનામાં સત્ય બહાર ન આવે એટલા માટે દુષ્કર્મ બાદ પિતાએ બાળકીને કહ્યું હતું કે કોઈ પણ પૂછે છે તો એવું કહેવાનું કે, લાંબા વાળ વાળો અને કાનમાં કડી પહેરેલો ઈસમ ઘરમાં ઘૂસ્યો હતો અને તેને દુષ્કર્મ કર્યું છે.
નરાધમ પિતાએ બાળકીને જે કહ્યું હતું તે વાત બાળકી પોલીસને કહેતી હતી. પોલીસે જ્યારે ઘટના સ્થળની આસપાસ લાગેલા CCTV કેમેરાના ફુટેજની તપાસ કરી ત્યારે આવો કોઈ પણ ઈસમ બાળકીના ઘરે કે રસ્તા પર ન આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.અને તેથી પોલીસ દ્વારા શંકાના આધારે બાળકીના પિતાની પુછપરછ કરતાં તે પોલીસની પૂછપરછમાં ભાંગી પડયો હતો અને તેને જ બાળકી સાથે દુષ્કર્મ કર્યું હોવાનું જણાવ્યું હતું.
નરાધમ પિતાએ જણાવ્યું હતું કે, તે અને તેની પત્ની નોકરી પર જતા હતા. તે સમયે સંતાનો ઘરે એકલા જ રહેતા હતા. ત્યારે સંતાનો એકલતાનો લાભ ઉઠાવી નરાધમ તેના ઘરે ગયો ત્યારબાદ નાની દિકરી અને દીકરાને સુઈ જવા માટે કહ્યું અને સંતાનોની હાજરીમાં જ મોટી દીકરી સાથે નરાધમ પિતાએ દુષ્કર્મ કર્યું હતું. અને હાલ તો પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસની પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે, આ ઘટના અગાઉ પણ બાળકી સાથે તેને આ પ્રકારનું કૃત્ય કર્યું છે અને તે વખતે બાળકીની માતાને પણ આ બાબતે જાણ હતી પરંતુ આ દુષ્કર્મની ઘટના લઇ બાળકીની માતા અજાણ હોવાનું સામે આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.