કોરોના કાળમાં લોકોની મદદ કરનાર બોલિવુડ અભિનેતા સોનૂ સૂદની સંસ્થા સૂદ ચેરિટેબલ ટ્રસ્ટે યુક્રેનની ભારતીય એમ્બેસીનો સંપર્ક કરી ભારતીય વિદ્યાર્થીઓની મદદ કરવાની પહેલ શરૂ કરી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર યુક્રેનમાં ફસાયેલા પંજાબ સહિત તમામ ભારતીય વિદ્યાર્થીઓને સોનૂ સૂદે અપીલ કરી છે કે તે યુદ્ધ સ્થળની આસપાસ જ્યા પણ છે ત્યા જ રહે. જેથી તેમણે સુરક્ષિત બહાર કાઢી શકાય.અને સોનૂ સૂદે વિદ્યાર્થીઓને મેસેજ આપ્યો છે કે ભારતીય એમ્બેસી વિદ્યાર્થીઓનો ડેટા લઇને તેમના સુધી પહોચવાનો પ્રયાસ કરી રહી છે.
મહત્વપૂર્ણ છે કે એક્ટર સોનૂ સૂદ ફરી એક વખત મસીહા બનીને યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની મદદ કરી રહ્યા છે. યુક્રેનથી પરત ફરેલા કેટલાક વિદ્યાર્થીઓએ જણાવ્યુ કે કેવી રીતે યુદ્ધની સ્થિતિ વચ્ચે સોનૂ અને તેમની ટીમે વિદ્યાર્થીઓની મદદ કરી હતી.અને સોનૂ સૂદે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ પર એક વીડિયો શેર કરતા લખ્યુ, યુક્રેનમાં આપણા વિદ્યાર્થીઓ માટે ઘણો મુશ્કેલ સમય અને અત્યાર સુધીનો મારો સૌથી મુશ્કેલ અસાઇનમેન્ટ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.