કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશ 7 દિવસ માટે વિધાનસભાથી સસ્પેન્ડ જાણો શુ છે કારણ??

ગુજરાત વિધાનસભાના ચાલી રહેલા સત્રમાં અલગ-અલગ મુદ્દે રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ.સંઘવી બાબતે બિનસંસદીય શબ્દોનો પ્રયોગ કરતા કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશને ગૃહમાંથી સાત દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વિધાનસભાના સત્ર દરમિયાન પ્રશ્નોત્તરીકાળ સમયે કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ પ્રશ્નો પૂછ્યા હતા તેનો તેમને પ્રત્યુત્તર બરાબર મળ્યો ન હોવાથી તેઓ બેઠક છોડીને નીચે બેસી ગયા હતા. ત્યારબાદ કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીના આ વર્તનને લઈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, આવી દાદાગીરી ચલાવી લેવાય નહીં અને ગૃહ મંત્રીના આ શબ્દોને લઈને કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો કરવા લાગ્યા હતા.અને કોંગ્રેસના ધારાસભ્યોના હોબાળાના કારણે ભાજપના ધારાસભ્યોએ પણ ગૃહમાં હોબાળો કર્યો હતો.

કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશ દ્વારા હાથ ઊંચો કરીને નોંધ ન લઇ શકાય તેવા શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું.કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશ આવા શબ્દો બોલતા રાજ્ય સરકારના મંત્રીઓ ઉશ્કેરાઇ ગયા હતા અને ગૃહની કામગીરીમાં અડચણ ઊભી થઈ હતી. રાજ્ય સરકારના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભાના અધ્યક્ષને રજૂઆત કરી હતી કે, ધારાસભ્યને કહો તેમના શબ્દ પાછા લે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશ દ્વારા પોતાના શબ્દો પાછા લેવામાં આવ્યા હતા અને તે સમયે એવું કહેવામાં આવ્યું હતું કે, રાજ્યના ગૃહ મંત્રીની બોડી લેંગ્વેજ તેમની ભાષા પણ શોભે એવી નથી.

વિધાનસભા ગૃહની અંદર રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને બિનસંસદીય શબ્દોનું ઉચ્ચારણ કર્યું હોવાના કારણે કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશને સાત દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.અને આ માટે વિધાનસભાના દંડક પંકજ દેસાઈએ દરખાસ્ત મૂકી હતી અને આ દરખાસ્તને બહુમતીના જોરે પસાર કરવામાં આવતા ધારાસભ્ય પુંજા વંશને 7 દિવસ માટે વિધાનસભાના ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ધારાસભ્ય પુંજા વંશને સાત દિવસ માટે વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવતા કોંગ્રેસના ધારાસભ્યોએ વોકઆઉટ કર્યુ હતું. ચોમાસુ સત્રમાં પણ સરકારની કોરોનાની મહામારી વચ્ચે નબળી કામગીરીને લઇ કોંગ્રેસના ધારાસભ્યોએ સવાલ કરતા કોંગ્રેસના 10 જેટલા ધારાસભ્યોને વિધાનસભાના અધ્યક્ષ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ MLAમાં પરેશ ધાનાણી, વીરજી ઠુંમર, અશ્વિન કોટવાલ, ગુલાબસિંહ રાજપૂત, લલિત વસોયા, અમરીશ ડેર અને નૌશાદ સોલંકીનો સમાવેશ થાય છે.અનેઆ તમામ ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં પોસ્ટર બતાવી હોબાળો કર્યો હતો અને તેઓ વેલમાં ઘૂસીને બેસી ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.