હરિયાણાની રેશમા નામની ભેંસ બની ભારતમાં સૌથી વધુ દૂધ આપનારી જાણો કેટલા લીટર દૂધ આપે છે

હરિયાણામાં કૈથલના બૂઢા ખેડા ગામને સુલ્તાન ભેંસે સમગ્ર દેશમાં પ્રસિદ્ધ કરી દીધુ હતું. હવે સુલ્તાન તો નથી રહ્યો, પરંતુ તેના માલિકને એક નવી ઓળખ તેની જ ભેંસ રેશ્માએ અપાવી છે. મુર્રાહ નસ્લની રેશમા ભેંસે 33.8 લીટર દૂધ આપીને એક નેશનલ રેકોર્ડ બનાવ્યો છે. હવે તે સમગ્ર ભારતમાં સૌથી વધુ દૂધ આપનારી ભેંસ બની ગઈ છે. રેશમાએ પહેલીવાર જ્યારે બાળકને જન્મ આપ્યો તો 19-20 લીટર દૂધ આપ્યું હતું.અને બીજીવાર તેણે 30 લીટર દૂધ આપ્યું.અને જ્યારે ત્રીજીવાર રેશમા મા બની તો 33.8 લીટર દૂધ સાથે એક નવો રેકોર્ડ બનાવી દીધો.

ઘણા ડૉક્ટરોની ટીમે રેશમાનું સાતવાર દૂધ કાઢીને જોયુ, ત્યારબાદ તે ભારતમાં સૌથી વધુ દૂધ આપનારી ભેંસ બની ગઈ. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) તરફથી હાલમાં જ 33.8 લીટર રેકોર્ડના સર્ટિફિકેટે રેશમાને ઉન્નત પ્રજાતિની પહેલા નંબરની શ્રેણીમાં લાવી દીધી છે અને રેશમાના દૂધની ફેટની ગુણવત્તા 10માંથી 9.31 છે.

રેશમાના દૂધને કાઢવા માટે બે લોકોએ મહેનત કરવી પડે છે કારણ કે, આટલું દૂધ કાઢવુ એક વ્યક્તિ માટે મુશ્કેલ છે. અને રેશમામાં ડેરી ફાર્મિંગ એસોસિએશન તરફથી યોજવામાં આવેલા પશુ મેળામાંથી 31.213 લીટર દૂધ સાથે પ્રથમ પુરસ્કાર જીત્યો છે. આ ઉપરાંત, અન્ય ઘણા ઈનામ રેશમાએ જીત્યા છે.

રેશમાના માલિક નરેશ તેમજ રાજેશનું કહેવુ છે કે, સુલ્તાને અમને એ નામ આપ્યું જેના કારણે દેશ-પ્રદેશમાં દરેક વ્યક્તિ અમને ઓળખતી થઈ ગઈ. તેની અછત હંમેશાં વર્તાશે પરંતુ, હવે અમે અન્ય કોઈ બળદ તૈયાર કરીશું. પશુઓમાં નામ ઘણાએ બનાવ્યું, પરંતુ સુલ્તાન જેવુ કોઈ નથી અને હવે મુર્રાહ નસ્લની રેશમા ભેંસ પણ ઘણુ બધુ દૂધ આપીને નામના મેળવી રહી છે. તેણે સૌથી વધુ દૂધ આપીને રેકોર્ડ બનાવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.