બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ ઉભું થતા ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાય રહ્યા છે અને બપોર બાદ ગરમીનો અહેસાસ વચ્ચે થન્ડર સ્ટોમ એક્ટિવિટી હેઠળ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો કમોસમી વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.રાજ્યમાં પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, વડોદરા, સુરત, ડાંગર, તાપી, નર્મદા સહિતના વિસ્તારોમાં માં વરસાદ પડી શકે છે.
આગાહી મુજબ તા.7મી માર્ચના રોજ ડાંગ, તાપી, નર્મદા સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ પડશે. જ્યારે તા. 8મી માર્ચના રોજ પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, વડોદરા, સુરત, ડાંગર, તાપી અને નર્મદામાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.અને જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાશે.આમ રાજ્યમાં ફરી ઉનાળાની શરૂઆત સાથે ઠંડીનો ચમકારાનો અનુભવ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.