સિમકાડૅ ચાલૂ રાખવા માટે હવે Vodafone યૂઝર્સે કરવું પડશે આટલું રિચાર્જ

ટેલિકોમ કંપનીઓ વચ્ચે સસ્તી યોજનાઓની સ્પર્ધા ચાલી રહી છે. કંપનીઓ દર બીજા દિવસે નવા પ્લાન રજૂ કરીને ગ્રાહકોને લલચાવી રહી છે. આ શ્રેણીમાં વોડાફોન (vodafone) એ 20 રૂપિયાનો સસ્તો પ્લાન રજૂ કર્યો છે. વોડાફોન પોતાનો સંપૂર્ણ ટોકટાઇમ પ્લાન પાછો લાવ્યું છે.

આ પ્લાનમાં 20, 30 અને 50 રૂપિયાના પ્લાન ઉપલબ્ધ છે, ગ્રાહકોને સંપૂર્ણ ટૉક ટાઇમ મળશે, જેની માન્યતા 28 દિવસની રહેશે

પહેલા કનેક્શનને સક્રિય રાખવા માટે કંપનીએ ન્યૂનતમ રિચાર્જ મૂલ્ય 35 રૂપિયા રાખ્યું હતું, પરંતુ હવે વોડાફોન આઇડિયા ગ્રાહક 20 રૂપિયા રિચાર્જ કરીને સિમને સક્રિય રાખી શકે છે. આ ઉપરાંત કંપનીએ 10 રૂપિયાના નાના રિચાર્જ પેક પણ લૉન્ચ કર્યા છે. જે ઓછી માન્યતા સાથે આ પેકમાં યૂઝર્સ 7.47 રુપિયાનો ટૉક ટાઇમ મળે છે.

વોડાફોન આઈડિયાએ છેલ્લા મહિનામાં પણ અનેક રિચાર્જ પ્લાન રજૂ કર્યા છે, જેમાં 45 અને 95 રૂપિયાના પેક સામેલ છે. આ બંને પ્લાનમાં તમામ રાઉન્ડર પ્લાન છે. આમાં 1 પૈસા પ્રતિ સેકન્ડના દરથી કોલ ચાર્જ લેવામાં આવે છે. ઉપરાંત યૂઝર્સ બંને પેકમાં સંપૂર્ણ ટૉક ટાઇમની ઑફર કરવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.