બાપુનગર પોલીસે એક યુવકને નશાની હાલતમાં રવિવાર સાંજે પકડયો હતો. જેથી યુવકનો પરિવાર પોલીસ સ્ટેશન દોડી આવીને ત્યાં હોબાળો કર્યા હતો. આ દરમ્યાન યુવકની બહેને PSI એ.એન.પટેલનો કોલર પકડીને તમે મારા ભાઇને પકડયો છે, તો તમે કેવી રીતે નોકરી કરો છો તેમ કહીને જાહેરમાં તેઓને ફટકાર્યા હતા. જો કે બાદમાં PSIને બચાવવા અન્ય પોલીસકર્મીઓ વચ્ચે પડતા તેઓને પણ મારમાર્યો હતો.અને આ મામલે PSI પટેલે બાપુનગર પોલીસ સ્ટેશનમાં મહિલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો મુજબ, અમરાઇવાડીમાં રહેતો વિક્કી કોળી દારૂ પીને જાહેર રસ્તા પર આવતા જતા લોકોને બિભત્સ શબ્દો બોલતો હતો. આથી બાપુનગર પોલીસે રવિવાર સાંજે વિક્કીની અટકાયત કરીને તેને પોલીસ સ્ટેશન લઇને આવી હતી.અને જેની જાણ થતાં વિક્કીના પરિવારજનો પણ પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા.
જ્યાં વિક્કીની બહેન છાયાએ PSI એ.એન.પટેલને પૂછયુ કે, મારા ભાઇને કેમ અહીંયા લાવ્યો છો? જેથી PSIએ કહ્યુ કે, વિક્કીએ દારૂ પીધો હોવાથી તેની અટકાયત કરી છે.અને આ સાંભળીને છાયાબેને બૂમાબૂમ પાડીને ત્યાં હાજર પોલીસકર્મીને કહ્યુ કે, તમે વિક્કીને અવાર નવાર ખોટો પકડો છો. આમ કહીને ઝઘડો કર્યો હતો.
આ દરમિયાન છાયાબેને PSI એ.એન.પટેલનો કોલર પકડીને તમે મારા ભાઇને પકડયો છે તો તમે હવે કેવી રીતે નોકરી કરો છો? તે હું જોઇ લઇશ. તેમ કહીને મારમાર્યો હતો. PSI પટેલને બચાવવા અન્ય પોલીસકર્મીઓ વચ્ચે પડતા તેઓને પણ છાયાબેને ફટકાર્યા હતા. આ દરમ્યાન 10 જેટલી મહિલા પોલીસકર્મીએ છાયાબેનને પકડી પાડ્યા હતા. અને આ અંગે પીએસઆઇ એ.એન.પટેલે બાપુનગર પોલીસ સ્ટેશનમાં છાયાબહેન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.