નિકોલમાં આવેલા ડી-માર્ટમાં કર્મચારી ખિસ્સામાં હાથ નાંખીને ઉભો હોવાથી ડિપાર્ટમેન્ટ મેનેજરે તેને ફટકાર્યો હતો.અને આ મામલે ઈજાગ્રસ્ત કર્મચારીએ નિકોલ પોલીસમાં ડિપાર્ટમેન્ટ મેનેજર સામે ફરિયાદ નોંધાવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના ઠક્કરનગર વિસ્તારમાં રહેતો ચિરાગ ઉર્ફે ભોલુકુમાર પરમાર ડી-માર્ટમાં નાઇટશિપમાં નોકરી કરે છે. શનિવાર રાત્રે ચિરાગ નોકરી પર હાજર હતો અને ત્યારે તેના ડિપોર્ટમેન્ટ મેનેજર કિરણ અમૃતભાઇ પરમાર તેની પાસે આવ્યો હતો.
જ્યાં કિરણે કહ્યું કે, તું કેમ ખિસ્સામાં હાથ નાંખીને ઉભો છે? તને બહુ એટીટ્યૂડ આવી ગયો છે. જે બાદ બહાર બોલાવ્યો હતો. અને અહીં ચિરાગે કહ્યું હતું કે, મારો કોઈ એટીટ્યૂડ વધ્યો નથી. આ સાંભળીને કિરણ ઉશ્કેરાઈ ગયો હતો અને ચિરાગને ગાળો ભાંડવા સાથે ઝઘડો કર્યો હતો.
આ દરમિયાન કિરણે હું તારો બોસ છું, તેમ કહીને ચિરાગને મોં પર મુક્કો માર્યો હતો. જેથી કિરણે ચિરાગને જાહેરમાં ફટકારીને ધમકી આપી હતી કે, આજે તો તું બચી ગયો છે, તું ક્યાંય રસ્તામાં મળીશ તો તને જોઈ લઈશ.અને આમ કહીને કિરણ ત્યાંથી જતો રહ્યો હતો. આથી ચિરાગે પોલીસ કંટ્રોલરૂમમાં મેસેજ કરીને જાણ કરી હતી.
ડિપાર્ટમેન્ટ મેનેજર સાથે મારામારીમાં ચિરાગને નાકમાં ઈજા પહોંચી હોવાથી તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.અને આ મામલે ચિરાગે નિકોલ પોલીસ સ્ટેશનમાં કિરણ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.