અમદાવાદમાં બાગબાન ગ્રુપ પર ઈન્કમટેક્સ વિભાગના 100થી વધુ અધિકારીઓની ટીમે કંપનીની સિંધુભવન સ્થિત ઓફિસ તેમજ રહેઠાણ સહિત 31 સ્થળે છાપો મારતા સબંધિત વર્તુળોમાં ભારે દોડધામ મચી ગઇ છે.
અમદાવાદ ઉપરાંત અમદાવાદ-વડોદરાથી પણ અધિકારીઓના કાફલાને તપાસમાં સામેલ કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બાગવાન ગ્રુપ તમાકુ સબંધિત ઉત્પાદન ઉપરાંત કન્સ્ટ્રક્શન, પેકેજિંગ તથા એફએમસીજીના વ્યવસાયમાં પણ સામેલ છે. આવકવેરાની આ દરોડા કાર્યવાહીમાં કરોડો રુપિયાની કરચોરી તથા બિનહિસાબી નાણાકીય વ્યવહારો તથા મિલકતોતોનો પર્દાફાશ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અને બાગબાન ગ્રુપ સાથે કનેકશન ધરાવતા વેપારીઓમાં પણ ભાગદોડ મચી છે.
તમાકુનું ઉત્પાદન કરતી બાગબાન ગ્રુપ કંપનીએ રિયલ એસ્ટેટમાં પણ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોવાની વિગતો દરોડા દરમિયાન બહાર આવી છે. સૂત્રોના જાણાવ્યા પ્રમાણે, બેનામી મિલકતો વસાવ્યું હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અને દરોડા દરમિયાન સો કરોડના બિનહિસાબી નાણાકીય વ્યવહારો પકડાયા છે. એટલું જ નહીં, રોકડ રકમ અને જવેરાત પણ મોટી માત્રામાં પકડાયું હોવાનું કહેવાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.