યુદ્ધમાં અત્યાચાર કરનારા તમામને સજા ફટકારીશું, કોઈને છોડવામાં નહીં આવે:યુક્રેન રાષ્ટ્પતિ

રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગનો આજે 12મો દિવસ છે. યુક્રેન પર રશિયા સેનાના તાબડકોડ હુમલા ચાલું છે. તેનાથી યુક્રેનના કેટલાય શહેરોમાં તબાહી મચી છે. UNએ દાવો કર્યો છે કે, અત્યાર સુધીમાં 15 લાખથી વધારે લોકો યુક્રેન છોડીને બીજા દેશમાં શરણ લઈ ચુક્યા છે. આ યુદ્ધમાં જવાનો, મહિલાઓ અને બાળકો સહિત કેટલાય લોકોના જીવ ગયા છે. અને યુક્રેની રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ યુદ્ધ માટે જવાબદાર લોકોને સજા આપવાની કસમ ખાધી છે.

જેલેંસ્કીએ એક સંબોધનમાં કહ્યું કે, આ હત્યા છે, જાણી જોઈને કરવામાં આવેલી હત્યા. કારણ કે, રશિયાએ સોમવારે વધું આક્રમક રીતે ગોળીબાર કરવાની ચેતવણી આપી છે. અમે તેને ક્યારેય નહીં ભૂલીએ અને ન તો તેમાં સામેલ લોકોને માફ કરીશું. અમે અમારી જમીન પર અત્યાર કરનારા તમામ લોકોને સજા આપીશું.અને કબર સિવાય આ ધરતી બીજી કોઈ શાંત જગ્યા હોઈ શકે નહીં.

તેમણે કહ્યું કે, રશિયા સેનાએ યુક્રેના શહેરોને તબાહ કરી નાખ્યા છે. સીઝફાયર દરમિયાન પણ બોમ્બ બ્લાસ્ટ રોકાયા નથી. આ કારણે મારિયુપોલમાં ફસાયેલા લોકો નિકળી શક્યા નહીં. આ બાજૂ રશિયાએ સમગ્ર યુક્રેન પર આજે બીજા વાર સીઝફાયરનું એલાન કર્યું છે. આ દરમિયાન યુદ્ધમાં ફસાયેલા લોકો નિકળવા માટે હ્યુમન કોરિડોક બનાવ્યો છે. અને તો વળી અમેરિકાનું કહેવું છે કે, યુક્રેનમાં નાગરિકો પર જાણી જોઈને હુમલાઓ કરવામાં આવી રહ્યા છે.

યુક્રેન અને રશિયાની વચ્ચે આજે ત્રીજા તબક્કાની વાતચીત થશે. આ અગાઉ રશિયા અને યુક્રેન વચ્ચે બે વખત ચર્ચા થઈ છે. પણ અત્યાર સુધી કોઈ ઠોસ પરિણામ સામે આવ્યું નથી.અને આ યુદ્ધમાં ન તો પુતિન પાછીપાની કરે છે, ન તો યુક્રેનના રાષ્ટ્રપતિ હાર માનવા તૈયાર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.