સુરતની નર્મદ યુનિ.માં આંતરરાષ્ટ્રી મહિલા દિવસને લજવતો એક કિસ્સો બહાર આવ્યો છે. એક મુસ્લિમ મહિલાને માત્ર પાકિસ્તાન યુનિવર્સિટીમાંથી બેચલર્સ ડિગ્રી મેળવી હોવાથી તેને માસ્ટર ડિગ્રીમાં ફાળવી દેવામાં આવેલા પ્રવેશને અટકાવી દેવાતા આવ્યો હતો.અને વિદ્યાર્થિનીને તેણે પાકિસ્તાનનાં કરાંચી શહેરમાં મેળવેલી ડિગ્રી નર્મદ યુનિ.માં માન્ય નહી હોવાની પહેલા ટેલિફોનિક માહિતી પુરી પાડવામાં આવી હતી, જો કે ત્યારબાદ યુનિ.ના સત્તાધિશોને કાચું કપાયું હોવાનું જણાતા, વિદ્યાર્થિની ડિગ્રીનું વેરિફિકેશન કરાવ્યા બાદ પ્રવેશ આપવાનું નક્કી કર્યુ છે.
વિવાદનો પર્યાય બની ગયેલી નર્મદ યુનિ.માં છેલ્લા કેટલાક સમયથી આર્થિક અને વહીવટી નિર્ણયો સામે ગંભીર પ્રશ્નો ઉઠ્યા છે. જેમાં યુનિ.માં પેધા પડેલા કેટલાક તત્વો વિદ્યાર્થીઓની રાષ્ટ્રિયતાને ટાર્ગેટ કરી રહ્યા હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે. જેમાં આ વિવાદમાં પાકિસ્તાનનાં કરાંચી શહેરમાં જન્મેલી એક યુવતીનાં લગ્ન વર્ષ 2001માં સુરતમાં થયા હતા. ત્યારબાદ વર્ષ 2018માં મહિલાને ભારતીય નાગરિકત્વ પણ મળી ગયું હતું.અને આ સમયગાળા દરમિયાન મહિલા ત્રણ સંતાનની માતા બની હતી. યુવતીએ લગ્નનાં 20 વર્ષ બાદ ઉચ્ચતર અભ્યાસ કરવાનું નક્કી કર્યુ હતું.
મહિલાએ વર્ષ 2000માં પાકિસ્તાનની કરાંચી યુનિવર્સિટીમાંથી બી.એ વીથ સાઇકોલોજીનો અભ્યાસ કર્યો હોવાથી તેણીએ નર્મદ યુનિ.માં શૈક્ષણિક વર્ષ 2021-22માં એમ.એ વીથ સાઇકોલોજી કરવા માટે એક્સટર્નલ અભ્યાસક્રમમાં ફોર્મ ભર્યું હતું અને ટ્રાન્સફર સર્ટી મેળવવા સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. જો કે ત્યારબાદ વિદ્યાર્થિનીને યુનિવર્સિટી તરફથી ટેલિફોનીક જાણકારી આપવામાં આવી હતી કે કરાંચી યુનિવર્સિટી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં માન્ય ન હોવાથી તેમને પ્રવેશ આપી શકાશે નહીં. અને આ બાબતે ગેરસમજ ઉભી થતા વિદ્યાર્થિનીએ યુનિવર્સિટી સત્તાધિશોને રજૂઆત પણ કરી હતી. જો કે કોઇ ઉકેલ આવ્યો ન હતો. જો કે આ મામલો રાષ્ટ્રિયતા સાથે જોડાયેલો હોવાની સાથે અત્યંત સંવેદનશીલ હોવાથી અંતે નર્મદ યુનિ. દ્વારા વિદ્યાર્થિનીની ડિગ્રીનું વેરિફિકેશન કરાવ્યા બાદ પ્રવેશ યથાવત રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.