પાકિસ્તાનની સેનાએ ભારત પર લગાવ્યો સણસણતો આરોપ જાણો વિગતવાર

પાકિસ્તાની સેનાએ સણસણતો આરોપ લગાવ્યો છે કે ભારતની એક હાઇ સ્પીડ ફ્લાઇંગ ઓબ્જેક્ટે તેમની એરસ્પેસમાં ઘૂસણખોરી કરી છે. પાકિસ્તાની સેનાના પ્રોપગેન્ડા વિંગ ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સના ડાયરેક્ટર જનરલ મેજર જનરલ બાબર ઈફ્તિખારે દાવો કર્યો છે કે આ ઓબ્જેક્ટ (ઈન્ડિયન પ્રોજેકટાઈલ ઈન પાકિસ્તાન) 124 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પાકિસ્તાની સરહદમાં પ્રવેશ્યું હતું.અને પાકિસ્તાની સેનાએ એવો પણ દાવો કર્યો છે કે ભારતની આ ફ્લાઇંગ ઓબ્જેક્ટ ખાનેવાલ જિલ્લામાં મિયાં ચન્નુની પાસે પડી હતી, જેના કારણે આસપાસના વિસ્તારોમાં થોડું નુકસાન થયું છે.જોકે આ દાવાઓ પર ભારત તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે મિયાં ચન્નુમાં એક ખાનગી વિમાન ક્રેશ થયું હતું.

રાવલપિંડીમાં મેજર જનરલ બાબર ઈફ્તિખારે કહ્યું કે પાકિસ્તાને આ ઘટનાની સખત નિંદા કરી અને ભારત પાસેથી ખુલાસો માંગ્યો છે. અને તેમણે દાવો કર્યો હતો કે ઉડતી વસ્તુ ભારતમાંથી પાકિસ્તાનમાં પ્રવેશતી વખતે 124 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે છે. તેમણે કહ્યું કે અમે સમયસર વસ્તુ શોધી કાઢી અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) મુજબ જરૂરી કાર્યવાહી કરી. બાબરે એમ પણ કહ્યું કે આ ઘટનાને કારણે કોઈ જાનહાનિ થઈ નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.