સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે અને એમસીએક્સ પર  5 એપ્રિલ, 2022ના રોજ ડિલિવરી માટે સોનું શુક્રવારે સવારે દસ ગ્રામ દીઠ 0.58 ટકા એટલે કે 309 રૂપિયા ઘટીને રૂ. 52,930 પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. અને શુક્રવારે સોનાની સાથે ચાંદીના વાયદાના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય વૈશ્વિક બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડા સાથે ટ્રેડ થતો જોવા મળ્યો હતો.

શુક્રવારે સવારે સોનાની સાથે ચાંદીના વાયદાના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. MCX પર પ્રારંભિક વેપારમાં 5 મે, 2022 ના રોજ ડિલિવરી માટે ચાંદી 0.49 ટકા એટલે કે રૂ.345 ઘટીને રૂ.70,126 પ્રતિ કિલો પર ટ્રેડ થતી જોવા મળી હતી.

વૈશ્વિક સ્તરે પણ શુક્રવારે સવારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર કોમેક્સ પર શુક્રવારે સવારે સોનાની વૈશ્વિક વાયદાની કિંમત 0.22 ટકા એટલે કે $4.40 ઘટીને $1996 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ હતી. તો  સોનાની વૈશ્વિક હાજર કિંમત અત્યારે 0.29 ટકા અથવા $ 5.74 ઘટીને $ 1989.25 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.