મહિન્દ્રા સ્કોર્પિયનું નવું મોડલ હવે વધુ પ્રીમિયમ ,એન્જિન BS-6 માન્ય હોઈ શકે છે

ઓટો ડેસ્કઃ દેશની સૌથી લોકપ્રિય એસયુવી સ્કોર્પિયોનું નવું મોડલ ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ કરવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અને સૂત્રો અનુસાર, કંપની નવાં મોડલ પર ઝડપથી કામ કરી રહી છે. આગામી મોડલ નેક્સ્ટ જનરેશન મોડલ હશે, જે અગાઉની તુલનામાં મોડર્ન પ્લેટફોર્મ પર આધારિત હશે. તેમજ તેમાં ઘણાં લેટેસ્ટ ફીચર્સ સામેલ કરવામાં આવશે.

મહિન્દ્રા નવી સ્કોર્પિયોની વર્ષ 2020માં રજૂ કરશે. નવી સ્કોર્પિયો ઘણીવાર ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી ચૂકી છે. લીક થયેલી તસવીરો જોઇને સ્પષ્ટ થાય છએ કે નવું મોડલ પહેલાં કરતાં વધુ મોડર્ન હશે અને તેનાં ઇન્ટિરિયરમાં પણ ઘણા નવા ફેરફાર થશે, જે તેને પ્રીમિયમ લુક આપશે. મહિન્દ્રા સ્કોર્પિયોનાં કરન્ટ મોડલની કિંમત 10 લાખથી લઈને 16.63 લાખ રૂપિયા સુધીની છે, પરંતુ નવા મોડેલની કિંમત થોડી વધારે રાખવામાં આવી શકે છે.

સ્કોર્પિયોનું કરન્ટ મોડલ બે એન્જિનઓપ્શનમાં આવે છે. આ એસયુવીમાં 2523ccનું 4 સિલિન્ડરવાળું એન્જિન આપવામાં આવ્યું છે, જે 75Bhp પાવર અને 200Nm ટોર્ક આપે છે. આ એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી સજ્જ છે, જ્યારે તેનું બીજું એન્જિન 2179ccનું 4 સિલિન્ડરવાળું છે, જે 140Bhp પાવર અને 320Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી સજ્જ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે નવાં મોડલમાં BS-6 માન્ય એન્જિન આવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.