રાજકોટના વેપારી પાસેથી 404 ગ્રામ સોનું લઈ બંગાળનો કારીગર ફરાર, 41 દિવસ બાદ નોંધાઇ ફરિયાદ

રાજકોટ શહેરને સૌરાષ્ટ્રનું સોના ચાંદીની ખરીદી માટેનું કેન્દ્ર માનવામાં આવે છે. ન માત્ર ઈમિટેશન જ્વેલરી પણ શુદ્ધ સોનાના દાગીનાના ઘડતર અને નવી ખરીદી માટે ઘણા લોકોની પહેલી પસંદ રાજકોટ છે. પણ સોનું ચોરી જઈ ફરાર થઈ જનારા કારીગરની પણ કમી નથી.અને તાજેતરમાં રૂ.15.32 લાખની કિંમતનું 404 ગ્રામ સોનું લઈ કારીગર ફરાર થવાના કેસમાં પોલીસ ફરિયાદ 41 દિવસ બાદ થઈ છે.

રાજકોટ શહેરના સાધુવાસવાણી રોડ પર રહેતા વેપારી પાસેથી કારીગર રૂ.15.32 લાખની કિંમતનું 404.60 ગ્રામનું સોનું ફરાર થઈ ગયો હતો. આ કારીગર બંગાળી હોવાનું જાણવા મળ્યું છે. તા. 1 જાન્યુઆરીના રોજ તે સોનું લઈને ફરાર થઈ ગયા હતો. આ મામલે વેપારીએ પોલીસને જાણ કરી દીધી છે. આ અંગે એ ડિવિઝન પોલીસે તપાસ કરી શરૂ કરી છે. પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે કે, આ કારગીરનું નામ શાહરુખ સીદીકી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે એની સામે ગુનો નોંધી તપાસ ચાલું કરી દીધી છે. અને સોનું લઇને ફરાર થતા અન્ય સોની વેપારીઓને ત્યાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, પોલીસે સોનીની દુકાનના સીસીટીવી ફૂટેજ તપાસવાના ચાલું કરી દીધા છે. આ ઉપરાંત અગાઉના રેકોર્ડિંગની પણ તપાસ કરવામાં આવી રહી છે .

રાજકોટના સાધુવાસવાણી રોડ પર રહેતા સોની વેપારીએ દાગીના બનાવવાનું કામ કરતા શાહરુખ સીદીકીને આપેલું હતું. જે સોનું ચોરીને ફરાર થઈ જતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. રાજકોટની સોની બજારમાં છેલ્લા ઘણા વખતથી શાહરુખ નામનો બંગાળી કારીગર સોનાના દાગીના બનાવવાનું છૂટક કામ કરતો હતો. તેણે દિપક કાગદડા નામના સોની વેપારી પાસેથી છૂટક સોનાના ઘડતરનું કામ લીધું હતું. પણ આ દાગીના પોતાને ત્યાં તૈયાર કરવાન બદલે તે રાજકોટથી ભાગી ગયો હતો. જેના ઘડતર અંગે સોની વેપારીઓએ એનો સંપર્ક કરતા શાહરૂખે એનો કોઈ પ્રકારનો જવાબ ન આપ્યો. એ પછી ફોન બંધ કરી દીધો હતો. એટલું જ નહીં એના ઘરે ત્યારે તપાસ કરવામાં આવી ત્યારે દરવાજે તાળા લટકતા હતા.અને પછી શાહરૂખે રૂ.15.32 લાખનું સોનું લઈ લીધું હોવાનું સામે આવ્યું હતું. પછી તે ફરાર થઈ ગયો હતો.

ભારતીય બંધારણ મુજબ જ્યારે કોઇ વ્યક્તિ પોતાની સામે થયેલા ગુના અંતર્ગત ફરિયાદ કરે છે અને ત્યારે પોલીસે ફરિયાદ નોંધવાની હોય છે. પણ તા.1 જાન્યુઆરી 2022ના રોજ આ કારીગર સોનું લઈ ફરાર થઈ ગયો હતો. પણ પોલીસ ફરિયાદ 40 દિવસ બાદ ફરિયાદ નોંધાતા માર્કેટમાં ખળભળાટ મચી ગયો છે. રાજકોટ શહેરમાં ક્રાઇમરેટ નીચો દેખાડવા માટે પોલીસે ફરિયાદીને શંકાના દાયરામાં રાખતી હોય તેવો ઘાટ સર્જાયો છે. જોકે, અંતે આ મામલે ફરિયાદ નોંધાતા માર્કેટમાં દોડધામ મચી ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.