પંજાબની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા કોંગ્રેસ અને ભાજપનો સફાયો કરી નાખવામાં આવ્યો છે. કારણકે પંજાબમાં આમ આદમી પાર્ટીએ બહુમતીથી સરકાર બનાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કોંગ્રેસ મુક્ત ભારતનું અભિયાન જાણે હવે આમ આદમી પાર્ટી પૂરું કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે જગ્યા ઉપરથી આમ આદમી પાર્ટી ચૂંટણી લડે છે તે જગ્યા ઉપર કોંગ્રેસને ફટકો પડે છે. ત્યારે પંજાબની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી હારને લઈને હવે કોંગ્રેસમાં ખેંચતાણ શરૂ થઈ છે. કોંગ્રેસ નેતાઓએ ચરણજિત ચન્નીને મુખ્યમંત્રીનો ચહેરો બનાવવાને લઇને કેટલાક સવાલો ઉઠાવ્યા છે. અમે કોંગ્રેસના ઉમેદવાર ગુરપ્રીત જીપીએ આ ભૂલને મોટી ભૂલ ગણાવી છે.
ગુરપ્રીત જીપીનું કહેવું છે કે, કોંગ્રેસે મુખ્યમંત્રીના ચહેરા વગર વિધાનસભાની ચૂંટણી લડવી જોઈતી હતી. કદાચ કેપ્ટન અમરિંદર સિંહ કોંગ્રેસમાં રહ્યા હોત તો આ પરિસ્થિતિ સર્જાઈ ન હોત. અને કોંગ્રેસનો મુખ્યમંત્રી પદનો ચહેરો ઈમાનદાર હોવો જોઈતો હતો.
મહત્વની વાત છે કે ગુરપ્રીત જીપી કોંગ્રેસના બસ્સી પઠનાથી ઉમેદવાર હતા. તેમને એવું કહ્યું હતું કે ચન્નીએ કામ કર્યું નથી માત્ર જાહેરાતો જ કરી છે. તેમણે એવું પણ કહ્યું કે, તેમના સંબંધીના ઘરેથી 10 હજાર કરોડ રૂપિયા મળ્યા અને તેના થોડા દિવસ પછી જ ચન્નીને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવામાં આવ્યો અને આના કારણે લોકોમાં ખોટો મેસેજ કર્યો.
કોંગ્રેસના ઉમેદવાર જીપીનો આક્ષેપ છે કે તેમની સામે અપક્ષ ઉમેદવાર તરીકે ચન્નીના ભાઈ મનોહરસિંહે ચૂંટણી લડી હતી અને તેના જ કારણે આમ આદમી પાર્ટીના ઉમેદવાર રૂપિન્દરસિંહે તેમને 37,841 મતના મોટા અંતરથી હરાવ્યા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.