ચીની સ્માર્ટફોન કંપની Oppoએ એક નવા ફીચરને રજૂ કર્યું છે. આ ફીચર એમના માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનું છે જે વધુ ટ્રાવેલ કરે છે. ColorOS ઓપરેટિંગ સિસ્ટમના નવા અપડેટ દ્વારા આ ફીચરને રજૂ કરવામાં આવ્યું છે. તેનાથી Hidden Camera વિશે જાણકારી મેળવી શકાય છે. આ ફીચર Oppoના ફ્લેગશિપ સ્માર્ટફોન્સ Oppo Find X5 અને Find X5 Proમાં જોવા મળ્યું છે. હિડન કેમેરા ઘણા બારમાં ચેન્જિંગ રૂમ, સ્પા, પબ્લિક વોશરૂમ અથવા હોટેલ રૂમમાં જોવા મળે છે. તેની મદદથી વિક્ટિમને ચોરીછૂપે રેકોર્ડ કરવામાં આવે છે. હવે આવી સ્થિતિથી બચાવવા માટે Oppoએ સોલ્યૂશન શોધ્યુ છે. નવા ColorOS વર્ઝનથી યુઝર્સ રૂમમાં કોઈ સ્પાઈ કેમેરાના વાયરલેસ સિગ્નલને સ્કેન કરી શકે છે.અને સિગ્નલ ડિટેક્શન મેથડને ખાસકરીને હિડન ઈલેક્ટ્રોનિક્સ અથવા ઈલેક્ટ્રોનિક કમ્પોનેન્ટ્સને શોધવા માટે બનાવવામાં આવ્યું છે.
ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Weibo પર તેને લઈને જાણકારી આપતા Oppoએ કહ્યું કે, ColorOS 12.1થી કેમેરાને શોધી શકાય છે. હાલ આ ફીચરને Find X5 સ્માર્ટફોનમાં Hidden Camera Detection એપ દ્વારા એક્સેસ કરી શકાય છે. Android Authorityના રિપોર્ટ અનુસાર, Oppo App Marketમાં કંપનીની આ એપ હાલ બીટા વર્ઝનમાં ઉપલબ્ધ છે. તેને ડાઉનલોડ કર્યા બાદ યુઝરને ફોનનું Wi-Fi અને Hotspot બંધ કરવા માટે કહેવામાં આવે છે અને જેથી સ્પાઈ કેમેરાને સ્કેન કરી શકાય. આ ઉપરાંત, તે યુઝરને રૂમની લાઈટ પણ ઓફ કરવા માટે કહી શકે છે. તેનાથી અંધારામાં સ્પાઈ કેમેરાથી આવનારી ઈન્ફ્રારેડ લાઈટને ડિટેક્ટ કરી શકાય છે. જેને તેઓ વીડિયો રેકોર્ડ કરવા માટે યુઝ કરે છે.
જેવી આ એપને કોઈ સ્પાઈ કેમેરા વિશે જાણકારી મળે છે તે યુઝરને તેનું લોકેશન હોટ અને કોલ્ડ ટાઈપ ઈન્ડિકેશન દ્વારા જણાવે છે. એટલે કે કેમેરાની પાસે ફોનને મુવ કરવા પર બીપનો અવાજ ફાસ્ટ થઈ જશે અને દૂર જવા પર અવાજ ઓછો થઈ જશે. આ એપના બીટા સ્ટેટસમાં હોવાનો મતલબ એ છે કે, તે હાલ Find X5 અને Find X5 Pro માટે હાલ એક્સક્લૂઝિવ છે.અને Oppo નવા ColorOS 12.1ને દુનિયાભરના યુઝર્સ માટે ક્યાં સુધીમાં ઉપલબ્ધ કરાવશે તે જાણવું રસપ્રદ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.