સમગ્ર દેશમાં નવા મોટર વ્હિકલ એક્ટને લાગૂ કરવામાં આવી ચૂક્યો છે. જેમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારને મોટો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. ત્યારે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં મોરબીના કાર ચાલકને હેલ્મેટ ન પહેરવાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
રાજ્ય સરકારે 15 ઓક્ટોબર સુધી આકરા દંડ ન ફટકારવાની જાહેરાત કરી છે. ત્યારે આ એક હાસ્યાસ્પદ અને ચોંકવનારી ઘટના સામે આવી છે. જેમાં તંત્રએ મોટો છબરડો કર્યો છે. મોરબીના મયંક દલસાણીયા કાર ચલાવતા હોવા છતાં તેમને હેલ્મેટ ન પહેરવાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
મોરબી એ-ડિવિઝન ટ્રાફિક પોલીસે મયંક દલસાણીયાને ઇ-ચલાણ મોકલ્યું છે. જે ચલાણમાં એક કારની બાજુમાં એક બાઇકચાલક જોવા મળે છે. આ બાઇક ચાલકના બદલે પોલીસે કારના માલિકને હેલ્મેટનો દંડ ફટકારી દીધો છે. આ બનાવ મોરબી શહરેમાં ચર્ચાસ્પદ બન્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.