પુણે-મુંબઇ હાઇવે પર બસ અકસ્માત, 5 લોકોના મોત, 20થી વધુ ઘાયલ

મહારાષ્ટ્રમાં પુણે-મુંબઇ હાઇવે પર ભોર ઘાટ પાસે બસ અકસ્માત સર્જાયો હતો. જેમાં 5 પ્રવાસીઓના મોત નીપજ્યા છે તો 20થી વધુ લોકો ઘાયલ થયા છે. બસ ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હતો.

60 ફીટના ખાડામાં પડી બસ

મળતી માહિતી અનુસાર બસ 60 ફીટના ખાડામાં પડી. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને પનવેલ, ઉરસે, તેલેગાંવ અને નિગડીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સવારે 5 વાગ્યાની આસપાસ બસ ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવવાના કારણે અકસ્માત સર્જાયો હતો. બેકાબૂ થયેલી બસ ઊંડા ખાડામાં જઈને પડી.

બસ અકસ્માતમાં જે મોત નીપજ્યા છે તેમાં 2 વર્ષનું 1 બાળક, 1 યુવતી, 1 પુરુષ અને 1 મહિલાનો સમાવેશ થયો છે. મહારાષ્ટ્ર રાજ્ય સડક પરિવહન નિગમના બચાવ દળ દેવદૂત અને હાઈવે પોલિસકર્મીઓ, ખોપોલી પોલિસ અને અન્ય સ્થાનિકોએ મળીને બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા છે. બચાવ કાર્ય ચાલુ છે અને એ શોધવાની કોશિશ કરાઈ રહી છે કે હાલમાં બસમાં કોઈ ફસાયેલું છે કે નહીં. અકસ્માત પહેલાં બસમાં કુલ 49 મુસાફરો સવાર હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.