વિધાનસભા ચૂંટણીમાં ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની જીત બાદ BJP વિરોધી ગઠબંધન માટે ક્ષેત્રીય પાર્ટી સાથે સંપર્ક સાધતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શુક્રવારે કહ્યું કે, કોંગ્રેસને સાથે રાખવાનો કોઈ મતબલ નથી કારણ કે, હવે તેનામાં એ વાત નથી રહી. મમતા બેનર્જીના તીખા નિવેદન પર તરત જ પલટવાર કરતા કોંગ્રેસે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમનું (તૃણમૂલ સુપ્રીમોનું) વલણ સમાન છે, એક (PM મોદી) કોંગ્રેસ મુક્ત ભારત ઈચ્છે છે અને બીજી (મમતા) કોંગ્રેસ વિના વિપક્ષના ગઠબંધનની વાત કરે છે.
તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જીએ કહ્યું, મને લાગે છે કે, BJP સામે ટક્કર લેવા માટે ઈચ્છુક તમામ રાજકીય પક્ષોએ સાથે મળીને કામ કરવુ જોઈએ. કોંગ્રેસ પર નિર્ભર રહેવાનો કોઈ મતલબ નથી. તેમણે સંકેત આપ્યા કે, કોંગ્રેસ પહેલા જીતવામાં સફળ થતુ હતું કારણ કે તેની પાસે સંગઠન હતું. જોકે, મમતા બેનર્જીએ કહ્યું, પરંતુ હવે, તે દરેક જગ્યાએ હારી રહી છે. એવુ નથી લાગતું કે હવે તેમને જીતવામાં કોઈ રસ છે.અને તેમની વિશ્વસનીયતા પર સવાલ ઉઠી રહ્યા છે અને હવે તેમના પર નિર્ભર રહેવાનો કોઈ મતલબ નથી. મમતા બેનર્જીએ એવુ પણ કહ્યું કે, ઘણી મજબૂત ક્ષેત્રીય પાર્ટીઓ છે અને તે એકજૂથ થઈને વધુ પ્રભાવી બનશે.
દેશના પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામની બુધવારે જાહેરાત થઈ. તેમાથી ચાર રાજ્યો- ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અમે મણિપુરમાં BJPને જીત મળી છે, જ્યારે પંજાબમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને જીત મળી છે.અને પાંચ રાજ્યોમાં કોંગ્રેસના પ્રદર્શનના સંબંધમાં સવાલ કરવા પર મમતા બેનર્જીએ કહ્યું, એ તેમણે નક્કી કરવુ પડશે કે તેઓ શું કરવા માગે છે. પરંતુ, મને લાગે છે કે BJPને હરાવવા માટે તમામ વિપક્ષોએ એકજૂથ થવુ જોઈએ. કોંગ્રેસની રાહ જોવાનો કોઈ મતલબ નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.