આપ સૌ બોલિવૂડના એકટર, ડિરેક્ટર અને ફિલ્મ પ્રોડયુસર મહેશ માંજરેકર ને તો જાણતા જ હશો. અને તેમને બોલિવૂડમાં ઘણી બધી ફિલ્મોમાં લીડ એકટર તરીકે કામ કર્યું છે. તે પછી તેમને ઘણી ફિલ્મો ડિરેક્ટ અને પ્રોડ્યૂસ પણ કરી છે. મહેશ માંજરેકર અને તેમના પરિવારને ગયા વર્ષે જ ખબર પડી કે મહેશ માંજરેકર ને બ્લડ કેન્સર છે. તેમની ફિલ્મ અંતિમના શૂટિંગ દરમિયાન તેમણે જાણ થઈ કે તેમણે બ્લડ કેન્સર છે. મહેશ માંજરેકરએ કિમોથેરાપી વચ્ચે તેમની ફિલ્મ અંતિમના લાસ્ટ શિડયુલ શૂટ કર્યું હતું. તે પછી તેમને કેન્સરની સફળ સર્જરી કરાવી હતી
ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે એકટર, ડિરેક્ટર અને પ્રોડ્યૂસર મહેશ માંજરેકર પોતાની પત્ની સાથે જગપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાન દાદાના દર્શને આવી પોહચ્યાં હતા. મંદિરમાં આવેલા મહેશ માંજરેકરનું ત્યાંનાં સંત સ્વામી હરિપ્રકાશદાસજી, સ્વામી વિવેકસાગરદાસજી ઘ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દાદાના દર્શને આવેલા અભિનેતા અને તેમની પત્નીએ દાદાના દર્શન કરીને આશિર્વાદ લીધા અને તેમનો આભાર માન્યો હતો. તેમને જણાવ્યું કે તે ઘણા સમયથી દાદાના દર્શન કરવાં માંગતા હતા પરંતુ તેમની ઇચ્છા આજે પૂર્ણ થઈ. મહેશ માંજરેકરએ રન, શૂટ એટ વડાલા, બોડી ગાર્ડ સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું.અને તેમની લાસ્ટ ફિલ્મ અંતિમ: ધ ફાઇનલ ટ્રુથ માં સલમાન ખાન સહિત આયુષ શર્મા અને મહિમા મકવાણા સાથે કામ કર્યું હતું. અંતિમ મુવી તેમના ચાહકોને ઘણી પસંદ આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.