ઈન્કમટેક્સમાં ચોરી પછી અમદાવાદના શિવાલીક ગ્રુપનું વધુ એક કારસ્તાન

શહેરના રાજપથ ક્લબ રોડ પર આવેલી શિવાલિક ગ્રુપની શિવાલિક વિલા નામની સ્કીમમાં અનેક જમીન કૌભાંડ ધરબાયા હોવાનો ઘટ્ટસ્ફોટ થયો છે. અરવિંદભાઈ મુનશી નામના ગણોતિયા તેમની જમીન મૂકીને અમેરિકા ગયા ને પાછળથી શિવાલિક ગ્રુપે ત્યાં બારોબાર શિવાલિક વિલા નામની સ્કીમ બાંધી દીધી હોવાનો જમીન માલિકે આક્ષેપ કર્યો છે. જો કે શિવાલિક ગ્રુપના કૌભાંડનો ભોગ બનનારામાં અરવિંદભાઈ મુનશી જેવા અનેક હોવાની આશંકા છે.અને તાજેતરમાં જ જેને ત્યાં પડેલા ITના દરોડામાં જંગી કરચોરી પકડાઈ છે અને વારંવાર ખોટા કામોના વિવાદોમાં અનેકવાર ફસાયેલા છે તે શિવાલિક ગ્રુપના એક વધુ કારસ્તાનનો ઘટસ્ફોટ થયો છે.

આંબલીના જુના સર્વે નંબર 51/2 કે જેનો બ્લોક નંબર 115ની 2,529 ચો.મી. ખેતીની જમીન હતી. જેના ગણોતિયા અરવિંદભાઈ મુનશીના જમાઈ વિપીન પટેલે આ કૌભાંડની વિગતો જણાવતાં કહ્યું કે આ જમીનના મૂળ માલિક શિવા બેચર પટેલ હતા. આ જમીનમાં અરવિંદભાઈ મુનશી અને તેમના પુત્ર ઉદયભાઈ મુનશી ગણોતિયા હતા. 1986માં મામલતદાર, કૃષિ પંચે તેમને ગણોતિયા ઠેરવતો દાવો માન્ય રાખી તેમની એન્ટ્રી પાડી આપી હતી. અને જેને 1988માં ડેપ્યુટી કલેક્ટરે રિવ્યૂ કરીને દાવાને કન્ફર્મ કર્યો હતો.

બાદમાં આ મામલે જમીનના મૂળ માલિકના વારસદારોએ કેટલાક દાવાઓ, અરજીઓ અને રિટ કરી હતી. પરંતુ ગુજરાત રેવન્યૂ ટ્રિબ્યૂનલ (GRT) અને બાદમાં હાઈકોર્ટે પણ તે તમામ દાવાઓ રદ કરીને અરવિંદભાઈ મુનશી અને ઉદયભાઈ મુનશીને ગણોતિયા ઠેરવી તેની નક્કી થયેલી ખરીદ કિંમત ભરવા આદેશ કરી દીધો હતો. જે રકમ ભરપાઈ કરી દેવાતાં અરવિંદભાઈ અને ઉદયભાઈના નામ 7/12માં નામ ચડી ગયા હતા.અને આ દરમિયાનમાં જ્યારે 2004થી 2013 સુધી આ કેસ ય્ઇ્માં ચાલ્યો એ દરમિયાન જમીન પર સ્ટે હતો અને અરવિંદભાઈ તથા ઉદયભાઈનો જમીન પર કબજો હતો.

મુનશી પરિવાર અમેરિકા હોવાથી તેમને આ અંગેની કોઈ જાણ જ નહોતી. જેનો લાભ લઈ શિવાલિક ગ્રૂપે ત્યાં શિવાલિક વિલા સ્કીમ બનાવી દીધી. બાદમાં જ્યારે મુનશી પરિવારને આ ઘટનાની જાણ થઈ અને જ્યારે અમદાવાદ પરત આવ્યા તો તેમની જમીન પર શિવાલિક વિલા સ્કીમ ઉભી હતી. આથી મુનશી પરિવારે ઔડા, અમદાવાદ મહાનગરપાલિકા અને કલેક્ટર તંત્રમાં પોતાની જમીન અંગે તપાસ કરતાં દરેક જગ્યાએથી તેમને ઉડાઉ જવાબ મળ્યાં હતા. બાદમાં જમીન પ્રકરણો માટે બનાવાયેલી સીટમાં 2018માં ફરિયાદ કરવામાં આવી. અને 2021માં લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત્ પણ ફરિયાદ કરવામાં આવી છે. અને છતાં હજુ સુધી તેમાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.