રાજ્યમાં આવનારા દિવસોમા ગરમીનો પારો વધશે આ શહેરમાં ગરમી 39 ડિગ્રીને પાર થઇ

સુરેન્દ્રનગર જિલ્લામાં સૂર્યનારાયણ આગ ઓકતા હોય તેમ ગરમીનો પારો વધી રહ્યો છે. શુક્રવારના 38.8 ડીગ્રીની સામે શનિવારે તાપમાનનો પારો 39 ડીગ્રીની પાર થઈને 39.4 ડીગ્રી નોંધાયો હતો.અને લોકો ભારે ગરમીને લીધે અકળાયા હતા. અને બપોરના સમયે પોતાના ઘરો અને ઓફીસોમાં જ રહ્યા હતા. અને બહાર જવાનું ટાળતા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં સામાન્ય રીતે વૈશાખ મહીનામાં ગરમી ખૂબ પડતી હોય છે. પરંતુ આ વર્ષે શિયાળાએ જાણે વહેલી વીદાય લીધી હોય અને ઉનાળાનું આગમન વહેલાસર થયુ હોય તેમ ફાગણ માસમાં જ ગરમી પડી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી ગરમીનો પારો સતત 37 ડીગ્રી ઉપર નોંધાઈ રહ્યો છે. અને છેલ્લા પાંચ દિવસોના તાપમાન પર નજર કરીએ તો તા. 8 માર્ચના 38 ડીગ્રી બાદ 9 અને 10 એમ બે દિવસ તાપમાન સામાન્ય ઘટયુ હતુ.

જયારે શુક્રવારે 38.8 ડીગ્રી નોંધાયા બાદ શનીવારે તાપમાનનો પારો 39ને પાર થઈને 39.4 ડીગ્રી નોંધાયો હતો. અસહ્ય ગરમીને લીધે બપોરના સમયે લોકોનું ઘરની બહાર નીકળવુ મુશ્કેલ બની જાય છે. સવારે 9 કલાકથી જ જાણે ગરમીનો અનુભવ થતો હોય તેમ લોકો પરસેવે રેબઝેબ થઈ જાય છે. જયારે બપોરે 12 થી 4ના સમયમાં તો શહેરના રસ્તા પણ સુમસામ ભાસતા હોય છે. આગામી સમયમાં હજુ હીટવેવની શકયતા હવામાન વિભાગે વર્ણવી છે. અને ગરમીનો પારો 40ને પાર થઈ જવાની શકયતા રહેલી છે. લોકોને શ્વેત અને સુતરાઉ વસ્ત્રો પહેરવા, શકય તેટલુ વધુ પાણી પીવા, શરીર ઢંકાય તેવા વસ્ત્રો પહેરીને ઘરની બહાર નીકળવા હવામાન વિભાગે અપીલ પણ કરી છે. અને પાટણમાં સૌથી વધુ 39 ડિગ્રી તાપમાનથી રહીશો ત્રસ્ત થયા છે.

ઉત્તર ગુજરાતમાં આકરી ગરમીનો પ્રારંભ થયો છે. શનિવારે પાંચેય જિલ્લા મથકોનાં તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થયો હતો.પાટણ 39 ડિગ્રી તાપમાન સાથે ઉત્તર ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. તો મહેસાણા અને અરવલ્લી ઉત્તર ગુજરાતનાં બીજા નંબરના સૌથી વધુ ગરમીવાળા શહેરો નોઘાયા હતા.અને આ બન્ને શહેરોનુ તાપમાન 38 ડિગ્રી રહ્યું હતું.અને આ આકરી ગરમીથી રાહત મેળવવા માટે શહેરી વિસ્તારોમાં આઈસક્રીમ પાર્લર, શેરડી રસના કોલાનો પણ પ્રારંભ થયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.