સુરત શહેરના માન દરવાજા નજીક મહિલા પર 3 રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.અને હાલ તો મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવી છે. જ્યારે ફરાર થઈ ગયેલા હુમલાખોરોને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, માન દરવાજા ફાયર સ્ટેશનની પાછળ રહેતી મહિલા પર 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.અને આ ઘટનામાં મહિલાને 5 ઠેકાણે ઈજા પહોંચતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
પીડિતાની ઓળખ નંદાબેન તરીકે થઈ છે. જેમને છાતી અને થાપામાં ગોળી વાગી છે. અને બે અજાણ્યા હુમલાખોરો ચહેરા પર માસ્ક પહેરીને આવ્યા હતા અને ફાયરિંગને ઘટનાને અંજામ આપીને નાસી છૂટ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આજ મહિલા પર 15 દિવસ અગાઉ પણ પાંડેસરા સ્થિત ચીકુવાડી ખાતે હુમલો કરવામાં આવ્યો હતો. પીડિત મહિલાનો પતિ છૂટાછેડા માટે તેના પર સતત દબાણ કરી રહ્યો છે.અને છેલ્લા 4 વર્ષથી બન્ને વચ્ચે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે.
ઈજાગ્રસ્ત મહિલાના જણાવ્યા મુજબ, મહિલાનો પતિ આર્મીમાં ફરજ બજાવે છે.અને હાલ તો હુમલો પારિવારિક ઝઘડામાં કર્યો હોવાનું માનીને પોલીસે સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.