મારૂતી અને ટોયોટાએ સાથે મળીને બનાવી દમદાર SUV કાર, સામે આવી તસવીર

સુઝુકી અને ટોયોટાએ વૈશ્વિક ભાગીદારીના ભાગરૂપે બલેનો ગ્લાન્ઝાનું રીબેજ કરેલ વર્ઝન અને બ્રેઝા, અર્બન ક્રુઝરનું રીબેજ કરેલ વર્ઝન પહેલેથી જ લોન્ચ કર્યું છે. આ ભાગીદારી હેઠળ, ટોયોટા હવે નવી મધ્યમ કદની SUV પર કામ કરી રહી છે, જે હ્યુન્ડાઈની ક્રેટા અને કિયાની સેલ્ટોસ સાથે સ્પર્ધા કરશે.અને ગ્લાન્ઝા અને અર્બન ક્રુઝર મારુતિ દ્વારા બનાવવામાં આવે છે અને ટોયોટાને સપ્લાય કરવામાં આવે છે. જો કે, આ વખતે ટોયોટા તેના કર્ણાટક પ્લાન્ટમાં નવી SUV અને તેના મારુતિ રિબેજ્ડ વર્ઝનનું ઉત્પાદન કરશે.

આ નવા સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ SUVનું ટેસ્ટિંગ પહેલીવાર જોવા મળ્યું છે. બંને SUV એક જ પ્લેટફોર્મ પર આધારિત હશે, પરંતુ બાહ્ય અને આંતરિકમાં જુદા ફીચર્સ સ્ટાઇલ સાથે આવશે. ટોયોટા વર્ઝનનું કોડનેમ D22 છે. તે જ સમયે, મારુતિની એડિશનનું ઈન્ટરનલ કોડનેમ YFG છે. મારુતિ-ટોયોટા મિડસાઇઝ SUVની એકદમ નવી કાર હશે.અને કંપની આ અત્યંત સ્પર્ધાત્મક સેગમેન્ટમાં ગ્રાહકોને ખરેખર અનન્ય પ્રોડક્ટ્સ ઓફર કરવા માંગે છે. મારુતિ પાસે S-Cross છે, પરંતુ તે Creta અને Seltos ને ટક્કર આપી શકી નથી. કંપની ન્યુ જનરેશન S-Cross પર પણ કામ કરી રહી છે.

નવી મારુતિ-ટોયોટા SUVમાં નવા આર્કિટેક્ચરનો ઉપયોગ કરવામાં આવશે. આ આર્કિટેક્ચરને ખાસ કરીને ભારત જેવા ઊભરતાં બજારોની ચોક્કસ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. હાલમાં વૈશ્વિક બજારોમાં ટોયોટા અને ડાઈહાત્સુની ઘણી કારમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે. મારુતિની બ્રેઝા અને તેનું રીબેજ કરેલા વર્ઝન અર્બન ક્રુઝર સ્માર્ટ હાઇબ્રિડ લાઈટ હાઇબ્રિડ ટેકનોલોજીથી સજ્જ છે.અને નવી SUV, ટોયોટા મજબૂત હાઇબ્રિડ સિસ્ટમનો ઉપયોગ કરી શકે છે, જે કેમરી જેવી કારમાં વપરાતી ટેક્નોલોજી જેવી જ હશે.

હ્યુન્ડાઈની ક્રેટા અને કિયા સેલ્ટોસ જેવી SUV ને સખત સ્પર્ધા આપવા માટે, મારુતિ-ટોયોટાની નવી SUV કનેક્ટિવિટી ટેક્નોલોજી સહિત અનેક અદ્યતન સુવિધાઓથી સજ્જ હશે. આ સિવાય મારુતિ આ વર્ષના અંતમાં બ્રેઝાનું અપડેટેડ વર્ઝન પણ લોન્ચ કરી શકે છે અને જોકે, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ઘણી ઓટો કંપનીઓને ફટકો પડ્યો છે. જોકે, આ નવી કાર આવતા ઓટો માર્કેટમાં ફરી તેજી આવે એવા એંધાણ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.