ખૂબસૂરત અભિનેત્રી કાજલ અગ્રવાલનું ઘર ટૂંક સમયમાં ગુંજવા જઈ રહ્યું છે. કાજલ અગ્રવાલ જલ્દી જ પોતાના પહેલા બાળકને જન્મ આપવા જઈ રહી છે.અને બાળકના જન્મ પહેલા કાજલ અગ્રવાલે બ્લેક ગાઉનમાં તેનું ગ્લેમરસ મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છવાયેલી છે.
ફોટામાં કાજલ અગ્રવાલ તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. પ્રેગ્નન્ટ કાજલ અગ્રવાલે બ્લેક ગાઉન સાથે લાઇટ ગ્લોસી મેકઅપ કર્યો છે. અભિનેત્રીના લુકમાં સૌથી વધુ હાઇલાઇટિંગ તેની હેરસ્ટાઇલ છે. કાજલે કર્લી લુક આપીને તેના વાળને મિડલ પાર્ટેડ સ્ટાઇલમાં સેટ કર્યા છે. કાજલ કેમેરા સામે જોઈને પોઝ આપતી જોવા મળે છે.અને અભિનેત્રીના ચહેરા પર પ્રેગ્નેન્સી ગ્લો અને ચાર્મ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.
કાજલ અગ્રવાલના મેટરનિટી શૂટનો આ ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રીની તસવીરને અત્યાર સુધીમાં 6 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે. ફેન્સ કોમેન્ટ સેક્શનમાં અભિનેત્રીના વખાણ કરી રહ્યા છે. અને ચાહકો કાજલના વખાણ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.