ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં નવાજૂનીના એંધાણ

ગુજરાત કોંગ્રેસમાં કંઈક નવાજૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. તાજેતરમાંજ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા છે અને જેમાં કોંગ્રેસે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

કોંગ્રેસની સરકાર દેશમાં માત્ર રાજસ્થાન અને છત્તીસગઢમાં જ રહી છે.અને આવામાં ગુજરાતમાં નજીકના સમયમાં આવી રહેલી ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ આરંભી દીધી હોવાની ચર્ચા વચ્ચે કોંગ્રેસ પણ એક્ટિવ થવાના પ્રયાસ શરુ કર્યા હોવાનું મનાઈ રહ્યું છે.

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોમાં સીજે ચાવડા, કિરીટ પટેલ, લલિત કગથરા, રઘુ દેસાઈ, ચંદનજી ઠાકોર, બળદેવજી ઠાકોર સહિતના 25 જેટલા ધારાસભ્યોએ રાહુલ ગાંધીને મળવા માટે સમય માગ્યો હોવાની વિગતો સામે આવી રહી છે.અને આ ધારાસભ્યોએ રાહુલ ગાંધીને સંયુક્ત રીતે પત્ર લખીને મળવા માટેનો સમય માગ્યો છે.

કોગ્રેસના ધારાસભ્યોની ટીમ રાહુલ ગાંધીને મળીને પોતાના મનની વાત કરવા માગે છે. આ દરમિયાન આગામી ચૂંટણી, કોંગ્રેસની રણનીતિ, હાલની પાર્ટીની રાજ્યમાં સ્થિતિ, ભાજપની તૈયારીઓ અને પોતાના અંગત પ્રશ્નો વગેરેની રજૂઆત કરવામાં આવી શકે છે.

મહત્વનું છે કે 37 વર્ષ પછી જયરાજસિંહ પરમારે કોંગ્રેસનો હાથ છોડી અને ભાજપમાં જોડાયા અને હાલના ધારાસભ્યોમાં નારાજગી સહિતના મુદ્દાની પણ રજૂઆત કરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.