મોદીની જાપાનના વડાપ્રધાન શિંજો આબે સાથે મુલાકાત, આજે RCEP સમિટમાં સામેલ થશે

બેંકોક: વડાપ્રધાન મોદી થાઈલેન્ડ પ્રવાસના ત્રીજા દિવસે સોમવારે રીજનલ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ (આરસીપીઈ) સમિટમાં સામેલ થશે. આ પહેલા વડાપ્રધાને જાપાનના વડાપ્રધાન શિંજોઆબેસાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન સભ્ય દેશોના નેતા સમિટમાં બેઠકની સ્થિતિ વિશે સમીક્ષા કરશે. આરસીઈપીનો મુખ્ય ઉદ્દેશ સભ્ય દેશો વચ્ચે ફ્રી ટ્રેડને પ્રોત્સાહન આપવાનું છે. આ પહેલાં મોદી જાપાનના વડાપ્રધાન શિંજો આબે અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન સાથે પણ દ્વીપક્ષીય બેઠક કરશે.

આરસીઈપીમાં આસિયાનના 10 જેવાકે બ્રુનેઈ, કંબોડિયા, ઈન્ડોનેશિયા, મેલેશિયા, મ્યાનમાર, સિંગાપોર, થાઈલેન્ડ, ફિલિપાઈન્સ, લાઓસ અને વિયતનામ અને તેમના છ એફટીએ ભાગીદાર ચીન, જાપાન, ભારત, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામેલ છે.

વિદેશી મંત્રાલયના સચિવ વિજય ઠાકુર સિંહે કહ્યું હતું કે, ભારતીય પ્રતિનિધિ આરસીઈપી વેપાર સોદા સાથે સંબંધિત મહત્વના મુદ્દાને હલ કરવામાં જોડાયેલા છે જેથી તે સુનિશ્ચિત થઈ શકે કે તે સારા અને પારદર્શી છે. જોકે અમુક હજી એવા મહત્વના મુદ્દા છે જે સ્પષ્ટ નથી. આ મુદ્દા આપણી અર્થવ્યવસ્થા અને આપણા લોકોની આજીવીકા માટે ખૂબ જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.