એક વર્ષ પહેલાં બનેલા વલભીપુરથી અમદાવાદ હાઇવે રોડ ઉપર તંત્રના પાપે ખાડારાજ

ભાવનગરના વલભીપુરમાં એક વર્ષ પહેલાં બનેલા નેશનલ હાઈવે રોડની કફોડી પરિસ્થિતિ જોવા મળી છે. અને જેમાં રોડમાં મસમોટા ખાડાઓ પડતા વાહનચાલકોને ભારે તકલીફ વેઠવાનો વારો આવી રહ્યો છે.

વલભીપુરથી અમદાવાદ હાઇવે રોડ ઉપર તંત્રના પાપે ખાડારાજ જોવા મળ્યા છે. જેના કારણે વાહનચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે. વલભીપુરના પ્રવેશદ્વાર સમાન બજરંગ ચોકડીથી ભાવનગર અને અમરેલીના બન્ને રોડ ઉપરથી વાહનો આવન જાવન કરતા હોય છે. અને રસ્તાઓ ઉપર પડેલા ખાડાઓના કારણે મોટાભાગના વાહનોને રોંગ સાઈડમાં ચલાવવા પડી રહ્યાં છે.અને જેથી નાના વાહનોને ખુબ મુશ્કેલી પડી રહી છે અને તેના કારણે નાના વાહનચાલકોને પોતાનો જીવ ગુમાવવાનું પણ જોખમ હોય છે.

વલભીપુરમાં આવેલા નેશનલ હાઈવે રોડ ઉપર મોટા વાહનોની અવર જવરના કારણે તુટી ગયેલ રોડમાં રેતી કપચી ઉડતી હોવાથી રાહદારીઓ અને દુકાનદારો પણ તોબા પોકારી ગયા છે. તો હવે જોવું એ રહ્યું કે સરકાર આ રોડ ઉપર ધ્યાન આપશે કે પ્રજાને આ સજા ભોગવવી જ પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.