રાજ્યમાં વીજ ચોરીના કિસ્સા અવાર નવાર સામે આવતા હોય છે. તો વીજ ચોરી અટકાવવા માટે વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા ક્યારે અલગ અલગ સ્થળ ઉપર એક સાથે ચેકીંગ પણ કરવામાં આવતું હોય છે અને જે જગ્યા પર વીજચોરી પકડાઈ છે તે જગ્યા પર વીજ કનેક્શન કાપીને જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે વીજચોરી પકડવા માટે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે અને જેમાં ગુજરાતમાં પહેલી વખત ડ્રોન કેમેરાની મદદથી પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા 48 લાખ રૂપીયાની વીજ ચોરી પકડી પાડવામાં આવી છે.
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડને માહિતી મળી હતી કે, મીઠાના અગર એકમો દ્વારા વીજ ચોરી કરવામાં આવી રહી છે. જેથી આ વિસ્તારમાં ડ્રોન કેમેરાની મદદથી વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સર્વેની કામગીરી દરમિયાન આદિપુરમાં ડ્રોન કેમેરામાં 8 વીજ જોડાણમાં ચેડા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. તેથી પશ્ચિમ ગુજરાત વીજ લિમિટેડ કંપનીના કર્મચારીઓ દ્વારા આ બાબતે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.અને આદિપુરના મીઠાના અગર ધરાવતા લોકો 48 લાખ રૂપીયાની વીજ ચોરી કરતાં ઝડપાયા હતા.
ડ્રોન કેમેરામાં દેખાયું હતું કે, અલગ અલગ 8 જગ્યા પર વીજ જોડાણમાં ચેડા કરવામાં આવ્યા હતા. જેમાં ટ્રાન્સફોર્મર પર લગાડવામાં આવેલા PVC પાઇપને તોડીને તેમાંથી તેઓ વીજચોરી કરતા હતા. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ વખત ડ્રોન કેમેરાની મદદથી આ પ્રકારે લાખો રૂપીયાની વીજચોરી પકડવામાં આવે છે.અને ત્યારે હવે આગામી દિવસોમાં ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં આ પ્રકારે ડ્રોન કેમેરાની મદદથી સર્વે કરીને વીજચોરી પકડવામાં આવે તો નવાઈ નહીં.
મહત્વની વાત છે કે, અગાઉ ખાણ ખનીજ વિભાગ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી સર્વેલન્સ કરીને ખનીજ ચોરી પકડવા માટેનો એક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આ આ પ્રોજેકટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. હવે ખનીજ વિભાગ બાદ પણ વીજ કંપની દ્વારા ડ્રોન કેમેરાનો પ્રકારે ઉપયોગ કરવામાં આવ્યો હતો.અને મહત્વની વાત છે કે, કોરોનાની મહામારી વચ્ચે પોલીસ દ્વારા પણ લોકો પર નજર રાખવા માટે ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.