મેષ: મનનું ધાર્યું મનમાં રહી જાય,અને બીજાની ખુશી માટે નમી જવામાં જ માન સમજીને આગળ વધવું.
વૃષભ: કાર્ય સિદ્વિના યોગ બને અને આગળ વધવાના પ્રગતિકારક યોગ બને, શાંતિનો અનુભવ થાય.
મિથુન: દિવસ ચિંતામાં પસાર થાય તેમજ ઉદાસીનતા અનુભવાય, કાર્યમાં રૂચિ ના આવે.
કર્ક: મન ઉગ્ર અને બેચેની અનુભવે, આકસ્મિક ખર્ચા આવી ચડે અને વાદ-વિવાદથી બચવું.
સિંહ: દરેક કાર્યમાં વિઘ્નો દૂર થાય, નોકરી-ધંધામાં પ્રગતિ થાય તેમજ આરોગ્યનું ધ્યાન રાખવું.
કન્યા: નાણાની ઉણપ દૂર થાય તેમજ મહેનત રંગ લાવે, સ્વાસ્થ્ય અંગે કાળજી લેવી.
તુલા: મનની બેચેની અનુભવાય, વાદ-વિવાદથી બચવું અને ઉગ્રતા અનુભવાય.
વૃશ્વિક: નાણાકીય તકલીફો દૂર થાય તેમજ વાહન-મકાન ના યોગ બને.
ધન: આર્થિક રીતે સ્વનિર્ભર બનો, નાણાકીય ભીડ રહે અને ગૃહ ક્લેશથી સાવધ રહેવું.
મકર: પરિસ્થિતિ સુધરતી જણાય, મૂંઝવણો દૂર થાય અને કોઇની પણ સાથે વાદ-વિવાદમાં ન ઉતરવું.
કુંભ: દરેક કાર્યમાં વિઘ્નો દૂર થાય, આગળ વઘવાના માર્ગો મળે અને શાંતિનો અનુભવ થાય.
મીન: ગૃહ ક્લેશ ન થાય તે સાચવવું, મનની ચિંતાઓનો અંત આવે અને સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.