નવસારીમાં ધુળેટી બની લોહિયાળ : બે જૂથ વચ્ચે નજીવી બાબતે મારામારી થતાં એકનું મોત નીપજ્યું

નવસારીમાં હોળી-ધૂળેટીનો પર્વ લોહીયાળ બન્યો હતો. નવસારીના ધોળાપીપળા પાસે આવેલ સંદલપોર ગામ બે જૂથો વચ્ચે મોડી રાત્રે ક્રિકેટ રમવા બાબતે ઝઘડો થતાં અથડામણ થયું હતું.અને જેમાં એકનું મોત નીપજ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, બપોરના સમયે ક્રિકેટ રમવા બાબતે બોલાચાલી થતાં રાત્રે મામલો વધુ ઉશ્કેરાતા અથડામણ થઈ હતી. ઘટનાની જાણ નવસારી ગ્રામ્ય પોલીસને થતાં ગ્રામ્ય પોલીસના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહત્વનું છે કે, ગત રોજ અમદાવાદના ગોમતીપુરમાં આમ્રપાલી સિનેમા નજીક રંગ નાખવા બાબતે મોટી બબાલ થતાં પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં ટોળાએ 10 જેટલા લોડિંગ ટેમ્પાના કાચ તોડવામાં આવ્યા છે. બાદમાં વાહનોને નુક્શાન કરી ફરાર થઈ ગયા હતા. અને આ ઘટનાની જાણ અમદાવાદ પોલીસને થતાં તુરંત જ ઘટના સ્થળે SRP પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત કરી દેવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.