2020થી બદલાઇ જશે PFનો આ નિયમ, 50 લાખથી વધારે લોકોને થશે ફાયદો

એમ્લૉઇ પ્રોવિડેન્ટ ફંડ (EPF)ના નિયમોમાં જલ્દી મોટો ફેરફાર થવા જઇ રહ્યો છે. જણાવી દઇએ કે 1 જાન્યુઆરી 2020થી એમ્પ્લૉઇ પ્રોવિડેન્ટ ફંડનો નવો નિયમ લાગૂ થવાનો છે.

એમ્પ્લૉઇ પ્રોવિડેન્ટ ફંડ (EPF)ના નિયમો જલ્દી મોટો ફેરફાર થવા જઇ રહ્યો છે. જણાવી દઇએ કે 1 જાન્યુઆરી 2020થી એમ્પ્લૉઇ પ્રોવિડેન્ટ ફંડના નવા નિયમ લાગૂ થવાનો છે. કેન્દ્ર સરકારના શ્રમ મંત્રાલયે એના માટે એક નોટિફિકેશન પણ જારી કર્યું છે. કર્મચારીઓની સોશ્યલ સિક્યોરિટીને જોતા EPFOએ આ પગલું ભર્યું છે. હાલના 6 કરોડ સભ્યો ઉપરાંત આશરે 50 લાખ વધારે કર્મચારીઓને સોશ્યલ સિક્યોરિટી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ એ કર્મચારીઓ માટે હશે, જેને હજુ સુધી પીએફ કપાતું નથી.

નિયમો પ્રમાણે, પ્રોવિડેન્ટ ફંડ ત્યાં લાગૂ થાય છે. જ્યાં કોઇ પણ સંસ્થા, ફર્મ, કાર્યાલયમાં 20 અથવા એનાથી વધારે કર્મચારી હોય છે. EPF અધિનિયમ હેઠળ એવા સંસ્થાઓને EPFની સભ્યતા આપવામાં આવે છે. હવે કેન્દ્ર સરકારે કર્મચારીઓની સોશ્યલ સિક્યોરિટી આપવાના હેતુથી એની સીમા ઘટીને 10 કરી દીધી છે. હવે જે સંસ્થાઓમાં 10 અથવા એનાથી વધારે કર્મચારી હશે, એ સંસ્થા EPF હેઠળ આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.