એક તરફ પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો તો બીજી તરફ ઘરેલુ LPG નવા ભાવ વધારો જાણો વિગત..

રાજધાની દિલ્હીમાં આજ રોજ (મંગળવાર) એટલે કે 22 માર્ચ 2022 નાં રોજથી પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 96.21 થઈ ગઈ છે.અને જ્યારે ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લિટરથી વધીને હવે 87.47 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.

તો બીજી બાજુ ઘરેલુ એલપીજી સિલિન્ડરનો ભાવ આજથી 50 રૂપિયા મોંઘો થયો છે. અત્યાર સુધી ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત 5 રાજ્યોમાં ચૂંટણીના કારણે છેલ્લાં ઘણા મહિનાઓથી એલપીજી સિલિન્ડર અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળી રહી હતી.અને છેલ્લી વખત ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવ 6 ઓક્ટોબર 2021ના રોજ બદલાયા હતાં.

આજથી એટલે કે 22 માર્ચ 2022થી દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 949.5 રૂપિયા થઈ ગઈ છે. પહેલાં તે 899.50 રૂપિયા હતો. જો આપણે કોલકાતાની વાત કરીએ તો 6 ઓક્ટોબર 2021ના રોજ 14.2 કિલો નોન-સબસિડીવાળા સિલિન્ડરની કિંમત 926 રૂપિયા હતી, જે આજથી 976 રૂપિયા થઈ ગઈ. એ જ રીતે, લખનઉમાં કિંમત રૂ. 938થી વધીને રૂ. 987.5 થઈ ગઈ છે.અને પટનામાં તે 998 રૂપિયાથી વધીને 1039.5 રૂપિયા થઈ ગયો છે.

6 ઓક્ટોબર 2021 બાદ ઘરેલુ એલપીજી સિલિન્ડર 21 માર્ચ 2022 સુધી સસ્તો કે મોંઘો ન હોતો. જો કે, આ સમયગાળા દરમિયાન ક્રૂડ ઓઈલના ભાવ બેરલ દીઠ 140 ડોલરને પાર કરી ગયા હતાં. જો કે, આ દરમિયાન કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે, ઓક્ટોબર 2021 થી 1 માર્ચ 2022 ની વચ્ચે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 275 રૂપિયાનો વધારો થયો છે જ્યારે 1 માર્ચ 2021 થી 2022 ની વચ્ચે ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં માત્ર 81 રૂપિયાનો વધારો થયો છે.અને હવે ઘરેલુ સિલિન્ડર 50 રૂપિયા મોંઘુ થઈ ગયું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.