સુરત : ઓનલાઇન છેતરપિંડીનો નવો કીમિયો, સુરતમાં મહિલા બની શિકાર

સુરત : ઓનલાઇન ઠગાઈના અનેક કિસ્સા તમે સાંભળ્યા હશે. આ વખતે સુરતની મહિલા ઓનલાઇન ઠગાઈનો ભોગ બની છે. જોકે, આ વખતે ઠગોની ઠગાઈ કરવાની રીત જરા જુદી છે. સુરતની મહિલાએ મહાનગરપાલિકામાં મચ્છર મારવા માટે દવા વિભાગને ફોન કર્યો હતો. જે બાદ રજીસ્ટ્રેશન માટે 10 રૂપિયા જમા કરવાનું કહીને ગઠીયાઓએ મહિલાના ખાતામાંથી 51 હજાર રૂપિયા ઉપાડી લીધા હતા.

નેટ બેન્કિંગ કે પછી ડેબિટ કે પછી ક્રેડિટ કાર્ડના નામે ફોન કરીને છેતરપિંડી કરતા કિસ્સા તમે સાંભળ્યા જ હશે. પરંતુ આ વખતે સુરતની એક મહિલાને ઠગોએ અનોખી રીતે જ ઠગી લીધી છે. સુરતના કાપોદ્રામાં રહેતી મહિલાના જનધન ખાતામાંથી ગઠિયાએ ઓનલાઈન 51 હજાર રૂપિયા ઉપાડી લીધા હતા.

મૂળ પુણેના વતની એવા ગૌતમ કરમશી ભાદાણી પોતાની પત્ની સાથે નાના વરાછા રહેવા આવ્યા હતા. દિવાળી હોવાથી તેઓ સુરત ખાતેના પોતાના ઘરે રહેવા આવ્યા હતા. આ વિસ્તારમાં મચ્છરનો ત્રાસ હોવાથી ગૌતમ ભાદાણીની પત્ની પારુલબેને 30 ઓક્ટોબરના દિવસે ગૂગલ પર સર્ચ કરીને વરાછા ઝોન ઓફિસનો નંબર મેળવીને ફોંગિગ મશીન મોકલી દવા છાંટવાની ફરિયાદ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.