સુષ્મિતા સેન અને રોહમન શૉલના બ્રેકઅપે ચાહકોના દિલ તોડી નાખ્યા હતા. અને અભિનેત્રીની પુત્રીઓ સાથે બંનેની ઊંડી બોન્ડિંગ અને રોહમનના ગાઢ સંબંધોને જોઈને ચાહકો તેમના લાંબા સમયના સંબંધોની અપેક્ષા રાખતા હતા. પરંતુ બંનેએ ડિસેમ્બર 2021માં ત્રણ વર્ષના સંબંધોનો અંત લાવ્યો હતો. જોકે બંને બ્રેકઅપ બાદ પણ સાથે જોવા મળે છે.
હવે બંને એક લેટેસ્ટ વીડિયોમાં ફરી સાથે જોવા મળ્યા છે.અને આ વીડિયોમાં રોહમને જે રીતે સુષ્મિતાને ભીડથી બચાવવાનો પ્રયાસ કર્યો છે તે જોઈને લાગે છે કે તેમની વચ્ચેનો પ્રેમ હજુ પૂરો થયો નથી.
બંને મેચિંગ કપડામાં બિલ્ડિંગની બહાર નીકળતા જોવા મળ્યા હતા. સુષ્મિતાની પુત્રી અલીશા પણ તેની સાથે હતી. સુષ્મિતા અને રોહમન બંનેએ ડેનિમ શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું હતું. આ દરમિયાન અભિનેત્રીના ચાહકો તેની સાથે સેલ્ફી લેવા માટે એકઠા થયા હતા અને આ ભીડમાં રોહમન સુષ્મિતાને બચાવતો જોવા મળ્યો હતો. તેને જોઈને લાગતું હતું કે તે સુષ્મિતાને બીજાના સ્પર્શથી બચાવી રહ્યો છે.
આ વીડિયો આવતાની સાથે જ લોકોએ તેના પર કોમેન્ટ્સનો ધમધમાટ શરૂ કર્યો છે.અને એક યુઝરે લખ્યું- ‘શું આ બંને પાછા સાથે?’ બીજાએ લખ્યું – ‘પૅચઅપ?’ એકે લખ્યું – ‘તેમનું બ્રેકઅપ ન થવું જોઈતું હતું.’ આવા ઘણા લોકો સુષ્મિતા અને રોહમન સાથે પાછા આવવાની અટકળો લગાવી રહ્યા છે રોહમન અને સુષ્મિતા વચ્ચે પેચઅપ થયું હતું કે કેમ તે જાણી શકાયું નથી. પરંતુ બંને હજુ પણ સારા મિત્રો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.