આમ આદમી પાર્ટીએ પંજાબ રાજ્યસભામાં જનારા ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. તેમાં પૂર્વ ક્રિકેટર હરભજન સિંહનું નામ પણ સામેલ છે. જ્યારે આ નામ જાહેર થવાની સાથે જ તેની પર આરોપબાજી પણ શરૂ થઈ ગઈ છે. પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટીના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કર્યો છે અને તેનો આરોપ છે કે રાજ્યસભાના ઉમેદવારો દ્વારા દિલ્હીમાં બેઠેલા લોકો પંજાબ સરકારને કંટ્રોલ કરવા ઈચ્છે છે.
મતલબ છે કે, પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ બહુમત જીત સાથે 92 બેઠકો પર જીત મેળવી છે. તેનાથી રાજ્યસભામાં તેની તાકાત વધશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. તેણે જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા રણનીતિકારોને રાજ્યસભા માટે નામાંકિત કર્યા છે. રાજ્યના 7 રાજ્યસભામાંથી 5નું કાર્યકાળ 9 એપ્રિલના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. 31 માર્ચના રોજ રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી આયોજિત થવાની છે.અને આ સિવાય વિધાનસભાની ચૂંટણી પહેલા પણ નવજોત સિંહ સિદ્ધુએ આપ પાર્ટી પર ઘણી વખત નિશાના સાધ્યા હતા. જેમાં તેણે કહ્યું હતું કે, સાચા નેતાઓ લોલીપોપ નથી આપતા પરંતુ સમાજ અને અર્થવ્યવસ્થાને મજબૂત કરવા પર ધ્યાન આપવું જોઈએ. આપને મળેલી ભારે જીત પછી 16 માર્ચના રોજ પંજાબના મુખ્યમંત્રી એવા ભગવંત માને મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. જેમાં અરવિંદ કેજરીવાલે હાજરી આપી હતી અને સ્વતંત્રતાના ક્રાંતિકારી ભગત સિંહના ગામમાં શપથ ગ્રહણ કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.