કુશીનગર જિલ્લાના કસાયા પોલીસ સ્ટેશનના કુડવા દિલીપનગર ગામના સિસાઈ ટોલામાં બુધવારે સવારે ઝેરી ચોકલેટ ખાવાથી એક જ પરિવારના ચાર બાળકોના મોત થયા હતા. જ્યારે બાળકો સવારે ઉઠીને ઘરની બહાર આવ્યા તો તેમને દરવાજા પર ટોફી અને સિક્કા જોવા મળ્યા. અને બાળકોએ સિક્કા અને ટોફી ઉપાડી. બાદમાં બાળકોએ ચોકલેટ ખાધી ત્યાર બાદ આ ઘટના બની હતી.જેથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.અને મૃત બાળકોની ઓળખ રસગુલની છ વર્ષની પુત્રી સંજના, ત્રણ વર્ષની સ્વીટી, બે વર્ષનો સમર અને પાંચ વર્ષનો આરુષ, રસગુલના મામાની બહેન ખુશ્બુના પુત્ર તરીકે થઈ છે. મૃતક બાળકો અનુસૂચિત જનજાતિ લથ પરિવારના છે.
સંબંધીઓએ પ્રેમ, ચૌબાસ, બાલા પ્રસાદ પર જૂની અદાવતના કારણે ગામમાં જ હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે.અને બીજી તરફ ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે તપાસ શરૂ કરી છે. બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. સ્વજનોના આક્રંદથી ગામ ધ્રૂજી ઊઠ્યું હતું. એસડીએમ કસાયા વરુણ કુમાર પાંડે ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘટનાક્રમ અંગે માહિતી મેળવી. SDMએ કહ્યું કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે. તેની સઘન તપાસ કરવામાં આવી રહી છે.અને તપાસ બાદ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.