આપ ને તોડવાના સમાચાર બનાવવાની લ્હાયમાં ભાજપ ભેડવાયું..

આજ રોજ કમલમ ખાતે સવારે 11 વાગ્યે ભાજપના પ્રદેશ પ્રમુખશ્રી સી આર પાટીલ ની હાજરીમાં આપના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે તેવું આમંત્રણ મીડિયાને ભાજપ દ્વારા મોકલવામાં આવયુ હતું

કાર્યક્રમ ના સ્થળ પર ભાજપના નેતાઓ અને પ્રવકતાઓ જુદા જુદા દાવા કરતા નજરે પડ્યા હતા કોઈ નેતા દ્વારા આપના 1500 કાર્યકર્તા ભાજપ માં જોડાયા એવું કહેવામાં આવ્યું તો કોઈ નેતા દ્વારા 2000 કાર્યકર્તાઓ જોડાયા એવુ કહેવામાં આવ્યું તો કોઈ નેતા 3000 કાર્યકર્તા તો કોઈ 3500 કાર્યકર્તા કહેતા નજરે પડ્યા હતા. પણ કાર્યક્રમ ના સ્થળ પર 2000 ખુરશી ગોઠવામાં આવી હતી જેમાં મોટાભાગની ખુરશી ખાલી રહી હતી.

કાર્યક્રમ માં પધારેલા કાર્યકર્તા ભાઈઓ અને બહેનોને એક ખાનગી ટીવી ચેનલ ના પત્રકાર દ્વારા કઈ પાર્ટીમાં છો એવો સવાલ પુછાતા 90% લોકો ભાજપમાં જ છીએ એવી વાત જણાવી હતી અને અમે ભાજપના કાર્યકર્તા છીએ એવું જણાવ્યું હતું જેનો એક વિડિઓ પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થયો છે.

બીજીબાજુ આપના નેતાઓનો સંપર્ક કરતા તેઓ એ જણાવ્યું હતું કે માત્ર 5 થી 6 લોકો એવા છે કે જેમને આમ આદમી પાર્ટી એ 6 મહિના કરતા વધારે સમય પહેલા સસ્પેન્ડ કરેલા હતા એજ લોકો ભાજપ માં જોડાયા છે અને આપના નેતા મનોજ સોરાઠીયાએ ભાજપને ખુલ્લો પડકાર ફેંક્યો હતો કે ભાજપ આપના 30 હોદ્દેદારોને જોડવામાં સફળ થયું છે એવું સાબિત કરી બતાવે. અને વધુમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણી એ જણાવ્યું હતું કે આમ આદમી પાટીઁ ગુજરાતમાં તદ્દન નવી છે એટલે કે પોતાનુ સંગઠન હજુ તો બનાવી રહી છે એટલે પાટીઁને સારા નેતાઓ અને કાયઁકતાઁઓની જરુરીયાત પણ હોય જ

છતા પણ જો પાટીઁને ૬ મહીના પહેલા પાટીઁને સંસ્પેન્ડ કરવા પડ્યા તો એ કેવા લોકો હશે ? અને સૌથી મહત્વપુણઁ કે AAP તો નવી પાટીઁ છે, સંગઠન ઉભુ કરી રહી છે કાયઁકતાઁઓની જરુરીયાત વાળી પાટીઁ છે, તો તેમના કાઢી મુકાયેલા અને સાઇડલાઇન કરાયેલ કાયઁકતાઁઓ ને ભાજપે લેવા પડે તો ભાજપ વિશ્વની સૌથી મોટી પાટીઁનો દાવો કરે છે પણ તેમની કેટલી કમનસબી, કઠણાઇ અને હારનો ડર હશે કે AAP જેવી નાની પાટીઁના હાકી કઢાયેલા લોકોને પણ લેવા પડે છે અને બીજુ કે AAP ના સંસ્પેન્ડ કરાયેલા લોકોને ભાજપમાં હવે સ્ટેજ મળશે તો ભાજપના જુના કાયઁકતાઁઓ આજ સુધી કૌગ્રૈસીઓ માટે ખુરશી સાફ કરી મે ગાભા માયાઁ ને હવે AAP નો જે કચરો કઢાયો છે તેના માટે ખુરશીઓ પાથરશે ને ગાભા મારયા કરશે??????

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.