અદાણી ગેસ બાદ હવે ગુજરાત ગેસ દ્વારા પણ સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. સીએનજીમાં પ્રતિ કિલો દીઠ રૂ.3 અને પીએનજીમાં પ્રતિ કિલો દીઠ રૂ.4નો વધારો ઝીંકવામાં આવ્યો છે.અને ભાવ વધારાના પગલે અદાણીની સરખામણીમાં સસ્તો ગેસ વાપરતા ગુજરાત ગેસના ગ્રાહકોને પણ હવે વધુ પૈસા ચુકવવા પડશે.
ઉલ્લેખનિય છે કે આવા ગ્રાહકો પર દર મહિને વધારાનો આર્થિક બોજ આવી પડયો છે. અદાણી ગેસ દ્વારા તો છાશવારે સીએનજીના ભાવ વધારી દેવામાં આવે છે. પહેલા શિયાળાના કારણે યુરોપિયન કન્ટ્રીમાં ગેસની ઉંચી માગના કારણે ભાવ વધારો હોવાની દલીલ કરવામાં આવતી હતી.અને હવે તો શિયાળો પણ પુરો થઈ ગયો છે અને ઉનાળાની ગરમી અંગારા વરસાવી રહી છે છતાં ભાવમાં ઘટાડો થયો નથી. હવે રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્વનું બહાનું પણ મળી ગયું છે.
ગુજરાત ગેસે 1લી જાન્યુઆરીએ વધારો કર્યા બાદ આજે સીએનજીમાં પ્રતિ કિલો રૂ.3નો વધારો કરતા નવો ભાવ રૂ.70.53 થયો છે.અને જ્યારે પીએનજીમાં પ્રતિ કિલો રૂ.4નો વધારો કરતા નવો ભાવ રૂ.39.05 થયો છે. પીએનજીમાં ગુજરાત ગેસ 15 ટકા વેટ અલગથી વસૂલ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.