શિવસેનાના સાંસદ સંજય રાઉતે મંગળવારે આરોપ લગાવ્યો હતો કે મોહમ્મદ અલી ઝીણાએ તો પાકિસ્તાન બનાવવા માટે માત્ર એક જ વાર ભારતના ભાગલા પાડ્યા હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા દરરોજ પોતાના નિવેદનો દ્વારા હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે તિરાડ પેદા કરી રહ્યા છે અને દેશના ભાગલા પાડી રહ્યા છે.અને વિદર્ભ પ્રદેશમાં શિવસેનાના જનસંપર્ક કાર્યક્રમ દરમિયાન નાગપુરમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા, રાઉતે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની પાર્ટીને ‘જનબ સેના’ તરીકે ગણાવવા બદલ ભાજપની ટીકા કરી. રાઉતે આરોપ લગાવ્યો, ‘ભારતમાં 22 કરોડથી વધુ મુસ્લિમો રહે છે અને તેમાંથી ઘણાએ ભાજપ અને શિવસેનાને મત આપ્યા છે. મોહમ્મદ અલી ઝીણાએ માત્ર એક જ વાર (પાકિસ્તાન બનાવવા માટે) ભારતના ભાગલા કર્યા હતા, પરંતુ ભાજપના નેતાઓ તેમના નિવેદનો દ્વારા હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે તિરાડ ઊભી કરીને દરરોજ ભારતના ભાગલા કરી રહ્યા છે.
ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ મુસ્લિમીન (AIMIM)ના સાંસદ ઈમ્તિયાઝ જલીલે શિવસેનાની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી (MVA) સાથે ગઠબંધનનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પછી ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની પાર્ટી પર કટાક્ષ કર્યો અને કહ્યું, ‘શું શિવસેના અને AIMIM સાથે આવશે? આ વાતને નકારી શકાય તેમ નથી. સેનાએ ‘જનાબ બાળાસાહેબ ઠાકરે’ કહીને ‘અઝાન’ સ્પર્ધા શરૂ કરી છે, તેથી તેમના એકસાથે આવવાને નકારી શકાય નહીં.’ ભાજપ પર વળતો પ્રહાર કરતા રાઉતે કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ મુસ્લિમો માટે રાષ્ટ્રીય અભિયાન શરૂ કર્યું છે. મુસ્લિમ મંચ જેવા અનેક સંગઠનો બન્યા છે.અને ‘શું ભાજપના નેતાઓ RSSનું નામ બદલીને રાષ્ટ્રીય મુસ્લિમ સંઘ અને (RSSના વડા) મોહન ભાગવતનું નામ બદલીને જનાબ ભાગવત કરશે?’ તેમણે પૂછ્યું.
એક પ્રશ્નના જવાબમાં રાઉતે કહ્યું કે તત્કાલિન ગૃહ પ્રધાન અનિલ દેશમુખને રાજીનામું આપવાનું કહેવું એ મહા વિકાસ અઘાડી સરકારની ભૂલ હતી, જે નવાબ મલિકના કિસ્સામાં પુનરાવર્તિત થશે નહીં. તેમણે કહ્યું, ‘નવાબ મલિકને રાજ્ય કેબિનેટમાંથી રાજીનામું આપવા માટે ક્યારેય કહેવામાં આવશે નહીં.’ દેશમુખે ગયા વર્ષે મુંબઈના તત્કાલિન પોલીસ કમિશનર પરમબીર સિંઘ દ્વારા તેમના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોને પગલે રાજીનામું આપ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.