ચીને ભારતને ફસાવવા બીછાવી RCEPની ઘાતક જાળ, જો ફસાયા તો થશે કફોડી હાલત!

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થાઈલેન્ડની રાજધાની બેંકોકમાં 4 નવેમ્બરનાં આરસીઈપી શિખર સંમેલનમાં ભાગ લેશે. એશિયાઈ દેશોની સાથે ક્ષેત્રિય વ્યાપક આર્થિક ભાગેદારી (આરસીઈપી) કરાર પર નિર્ણયની પળો નજીક આવી રહી છે તેની સાથે જ વિરોધી પક્ષો અને તમામ ખેડૂતો અને વેપારી સંગઠનોનું વિરોધ પ્રદર્શન પણ તીવ્ર બની રહ્યું છે.

આરસીઈપી કરાર 10 આસિયાન દેશો (બ્રુનેઈ, ઇન્ડોનેશિયા, કમ્બોડિયા, લાઓસ, મલેશિયા, મ્યાંમાર, ફિલીપીંસ, સિંગાપુર, થાઈલેન્ડ, વિએતનામ) અને અન્ય 6 દેશો ઓસ્ટ્રેલિયા, ચીન, ભારત, જાપાન, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ કોરિયાની વચ્ચે એક મુક્ત વેપાર કરાર છે. આ કરારમાં સામેલ 16 દેશો એક-બીજાને વેપારમાં ટેક્સમાં કાપ સહિત તમામ આર્થિક છૂટ આપશે. જો કે આ કરાર પર સહી થતાની સાથે જ ભારતીય બજાર માટે ચીનથી એક મોટો ખતરો પેદા થશે. એક રીતે આ ચીન અને અન્ય 5 દેશોની સાથે મુક્ત વેપારનો કરાર હશે, તો આસિયાન દેશો સાથે ભારતનો પહેલાથી જ મુક્ત વેપાર કરાર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.