હેલ્મેટ નિયમને લઈને હાઇકોર્ટનું કડક વલણ , જાણો સરકારે હાઈકોર્ટમાં શું કહ્યું?

ગુજરાતમાં ફરી એકવાર ટ્રાફિકના નિયમો કડક થાય તેવા સંકેતો મળી રહ્યા છે. આજે ગુજરાત હાઈકોર્ટમાં સરકારે હેલ્મેટના પાલન મુદ્દે ખાતરી આપી હતી.અને ત્યારે હવે હેલ્મેટ પહેર્યા વગર બાઇક લઈને નીકળતાં હોય તો ચેતી જજો. નહીંતર પોલીસ દંડ ફટકારશે.

હેલ્મેટ પહેરવાના નિયમનો કડકાઈથી અમલ કરવાના સંકેત મળી રહ્યા છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને કહ્યું, હેલ્મેટના કાયદાનું કડકાઇથી પાલન કરાવો.અને લોકોની સુરક્ષાની બાબતની અમલવારી થવી જ જોઈએ તેમજ શા માટે સરકાર ઢીલાશ રાખે છે? ત્યારે સરકારી વકીલે કોર્ટને ખાતરી આપી કે, નિયમની કડક અમલવારી કરાવાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.