રેલવેમાં જગ્યા ભરવા માટે સમય મુજબ સતત નોકરીઓ પડતી રહે છે.અને પરીક્ષા આપી તમે રેલવેમાં નોકરી કરી શકો છો. ભારતીય રેલવેમાં 1.49 લાખ એન્ટ્રી લેવલના પદ ખાલી પડ્યા છે. અને જેમાં ઉત્તર રેલવે ઝોનમાં સૌથી વધુ 19183 જગ્યા ખાલી પડી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સાંસદ મહેશ બાબુના સવાલના જવાબમાં લોકસભામાં લેખિત રૂપે આ જાણકારી આપી છે. લોકસભા સાંસદ મહેશ સાહૂએ પૂછ્યુ હતુ કે ભારતીય રેલવેમાં કેટલા એન્ટ્રી લેવલના પદ ખાલી છે.તેમજ આ સાથે એવો સવાલ પણ કર્યો હતો કે ક્યા સુધી આ પદને ભરવામાં આવશે. જેના જવાબમાં અશ્વિની વૈષ્ણવે કહ્યું કે અત્યાર સુધી 149688 એન્ટ્રી લેવલના ખાલી પદ પડ્યા છે.
રેલવે મંત્રીએ કહ્યું કે આ જગ્યાને ભરવાની પ્રક્રિયા ચાલુ છે. ઓપરેશનલ જરૂરીયાતો મુજબ માંગ પત્રોની નિમણુકની સાથે ભરી શકાય છે. તેમણે જણાવ્યું કે C અને D ગ્રેડવાળી જગ્યાને રેલવે ભરતી બોર્ડ અને રેલવે ઝોનલ રેલવેના ભરતી સેલ દ્વારા ઓપન માર્કેટમાં પસંદગી દ્વારા ભરી શકાય છે. રેલવે મંત્રી તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ, ઉત્તર રેલવે બાદ સાઉથ સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ જગ્યા ખાલી છે. અહીં 17022 એન્ટ્રી લેવલ પદ ખાલી છે.અને વેસ્ટર્ન ઝોનમાં 15377 અને વેસ્ટ સેન્ટ્રલ ઝોનમાં 11101 એન્ટ્રી ખાલી છે. પૂર્વ ઝોનમાં 9774 એન્ટ્રી લેવલ પદ ખાલી પડ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.