ગુજરાત ભાજપના ક્યાં દિગ્ગજ નેતાને હાઈકોર્ટે ફટકારી નોટિસ?, જાણો શું સમગ્ર ઘટના??

ગુજરાત હાઇકોર્ટે ભાજપના એકે દિગ્ગજ નેતા અને અન્ય શખ્સો સામે નોટિસ જાહેર કરી છે અને ગુજરાત હાઇકોર્ટે ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અને ભાજપ ધારાસભ્ય જેઠા ભરવાડ અને અન્યોને નોટિસ ફટકારી છે. રક્ષિત જંગલમાં બાંધકામ કરીને જેઠા ભરવાડ અને અન્યોએ ગુનો કર્યો હોવાની કોર્ટમાં રજુઆત કરવામાં આવી હતી અને આ કેસમાં વન વિભાગે ફરિયાદ નોંધ્યા બાદ કોઈ કાર્યવાહી ન થતા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેને પગલે હાઇકોર્ટે જેઠા ભરવાડ અને અન્યો સામે કારણદર્શક નોટિસ જાહેર કરી જૂન મહિના સુધીમાં જવાબ રજૂ કરવા કોર્ટે નિર્દેશ કર્યો છે.

વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે વન વિભાગની જમીન પર ગેરકાયદે બાંધકામ કર્યાનો આક્ષેપ થયો છે.અને વન વિભાગની જમીન પર કબ્જો કરી મકાન બનાવ્યું. આ અંગે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી કાર્યવાહી કરવાની માગ કરાઈ હતી. ગોધરાના શહેરા ખાતે આવેલા ચાંદણગઢ ગામ સ્થિત વન વિભાગની જમીન પચાવી પાડવાનો જેઠા ભરવાડ પર આક્ષેપ  છે.

જમીન પર બે માળનું મકાન, બગીચો – પાકો રોડ – પાણીની ટાંકી પણ બનાવાઈ છે. શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતાએ પણ આરોપ લગાવ્યા  લગાવ્યો છે. જેઠા ભરવાડ હાલ શહેરા વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્ય છે.અને જેઠા ભરવાડ પરના આરોપો પર વિધાનસભા અધ્યક્ષે નિવેદન આપ્યું હતું કે  આ મુદ્દે તપાસ કરીશુ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.